કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર દિલ્હીથી ભાગલપુર જતી વિક્રમશિલા એક્સપ્રેસના એક ડબ્બામાં ૪૦૦થી વધારે મુસાફરો બકરાંની જેમ ભર્યા હતા, જેના લીધી કોચની સ્પ્રિંગ પર લોડ પડ્યો અને ડબ્બો ત્યાં જ બેસી ગયો. ટ્રેનના એક ડબ્બામાં ૭૨ સીટ હોય છે. નિયમ મુજબ તેમાં ૭૨ સીટ પર ૭૨ લોકો જ બેસી શકે. પણ આ ડબ્બામાં ૪૦૦થી વધારે લોકો ઘુસી ગયા હતા. એક એક સીટ પર પાંચ-પાંચ લોકો હતા.
જેને સીટ ન મળી તે આમ તેમ લટકી ગયા. અમુક ઊભા રહ્યા. અમુક લોકો પલાઠી મારીને ફર્શ પર બેસી ગયા. સ્થિતી એવી થઈ કે, અડધો ડઝન લોકો તો ટોયલેટમાં જઈને બેસી ગયા. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જે લોકો આ ડબ્બામાં હતા, તેઓ હોળીના તહેવાર પર ઘરે જઈ રહ્યા હતા, પણ ટ્રેનમાં તેમના માટે પુરતી જગ્યા નહોતી. ક્ષમતા કરતા વધારે પેસેન્જર ભરતા ડબ્બાની સ્પ્રિંગ તૂટી ગઈ.
બાદમાં આરપીએફને બોલાવી અને તેમાંથી અમુક લોકોને બીજા ડબ્બામાં શિફ્ટ કર્યા. બાદમાં તેનું રિપેર કામ થયું અને તે પછી ટ્રેન રવાના થઈ હતી. દિલ્હીથી પશ્ચિમ બંગાળ જતી મહાનંદા એક્સપ્રેસમાં પણ કંઈ આવું જ થયું હતું. તહેવારને ધ્યાને રાખતા રેલવે પ્રશાસને અમુક વિશેષ ટ્રેન ચલાવાનો ર્નિણય કર્યો હતો. જેથી લોકો કોઈ પરેશાની વગર ઘરે પહોંચી શકે. પણ ભીડ એટલી વધારે હતી કે, લોકોને ટોયલેટમાં બેસીને ઘરે જવાનું પસંદ કર્યું હતું.
Recent Comments