fbpx
રાષ્ટ્રીય

દિલ્હીથી મુંબઈ જતી રાજધાની એક્સપ્રેસમાં ભોજનમાં કોકરોચ નીકળતા પેસેન્જર્સ ગુસ્સે ભરાયા

આજકાલ બેદરકારીના ઘણા કિસ્સાઓ સતત જાેવા મળી રહ્યા છે. કેટલાક લોકો તેમના કામ પ્રત્યે ખૂબ જ બેદરકાર વલણ અપનાવે છે. જેના કારણે દરરોજ આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હાલમાં જ રાજધાની એક્સપ્રેસમાંથી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. જેમાં રેલવેની મોટી બેદરકારી સામે આવી છે. જેના પર સોશિયલ મીડિયા યુઝર્સમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. હકીકતમાં આ વખતે કેટરિંગ વિભાગની ભૂલને કારણે રેલવે વિભાગની સામે સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ, દિલ્હીથી મુંબઈ જઈ રહેલી રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિએ તેની નાની બાળકી માટે ઓમલેટ મંગાવી હતી. જેમાં કેટરિંગ વિભાગની બેદરકારીના કારણે ઓમલેટમાં કોકરોચ હોવા છતાં પણ તેને સર્વ કરી હતી.

અઢી વર્ષની બાળકીના ઓમલેટમાંથી કોકરોચ મળી આવતા પરિવારજનો ચોંકી ઉઠ્‌યા હતા. જે બાદ બાળકીના પિતાએ સોશ્યિલ મીડિયા પર કોકરોચ સાથેની આ આમલેટની તસવીર પોસ્ટ કરી અને રેલવે મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલયને ટેગ કરીને મોટો સવાલ ઉઠાવ્યો. તેમણે આ ભૂલ પર કોઈના જીવનું જાેખમ હોવાનું જણાવી તેની જવાબદારી પર સવાલો ઉઠાવ્યા છે. યોગેશ મોરે નામના વ્યક્તિએ ટિ્‌વટર પર એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં ઓમલેટ પર કોકરોચ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જે રાજધાની એક્સપ્રેસમાં આવી ભૂલ પર કેટરિંગ વિભાગ તરફથી રેલવેની ભૂલ અને બેદરકારી પર સવાલો ઉઠી રહ્યા છે. અત્યારે આ જાેઈને યુઝર્સ પણ ઘણા ગભરાટમાં જાેવા મળી રહ્યા છે.

Follow Me:

Related Posts