fbpx
રાષ્ટ્રીય

દિલ્હીના અગ્નિકાંડમાં મૃતકના પરિવારને ૧૦ લાખની સહાયની જાહેરાત કરતા કેજરીવાલ

દિલ્હીના મુંડકા પાસે આવેલ મેટ્રો સ્ટેશનની પાસે એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં ૨૭ લોકોએ પોતાની જિંદગી ગુમાવી દીધી છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી અમૂક લોકોની હાલત ખુબ જ ખરાબ છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘટના સ્થળે પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટના અંગેની માહિતી મેળવી હતી. મીડિયા સાથેની વાતચીતમાં કેજરીવાલે જણાવ્યું છે કે મૃતકોના પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૂપિયાનું આર્થિક મદદ કરવામાં આવશે, સાથે તમામ ઈજાગ્રસ્તોને ૫૦-૫૦ હજાર રૂપિયા આપવામાં આવશે. સીએમ કેજરીવાલે મીડિયાને જણાવ્યું હતું કે, આ ઘટનામાં જે પણ દોષિત હશે તેણે બક્ષવામાં આવશે નહીં, તેમના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. આ ચાર માળની બિલ્ડિંગ છે. જેણો ઉપયોગ વ્યાવસાયિક રીતે કંપનીઓની ઓફિસ માટે કરવામાં આવતો હતો. દુર્ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરતા ફેક્ટરીના માલિકના બન્ને પુત્રોની ધરપકડ કરી લીધી છે.

ડીસીપી સમીર શર્માએ જાણકારી આપતા જણાવ્યું છે કે અત્યાર સુધી ૨૭ મોત થયા છે, જેમાંથી ૨ લોકોની ઓળખ જ થઈ શકી છે. બાકી ૨૫ની ઓળખ કરી શકાઈ નથી. આ ઘટનામાં કુલ ૨૮ લોકો ઘાયલ થયા છે. તેના સિવાય કંપનીના માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે, જાેકે, બિલ્ડિંગના માલિક હજુ પણ ફરાર છે. ર્દ્ગંઝ્રના સવાલ પર ડીસીપીએ જણાવ્યું હતું કે હાલ તપાસ ચાલી રહી છે. દિલ્હીના મુંડકા પાસે આવેલ મેટ્રો સ્ટેશનની બાજુ એક બિલ્ડિંગમાં શુક્રવારે ૪.૪૫ વાગે આગ લાગી હતી. જેમાં ઘાયલ થયેલા લોકોને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના માટે હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક તૈયાર કરવામાં આવ્યું છે. નાગરિક સુરક્ષા અધિકારી, એસપી તોમરનું કહેવું છે કે આ હેલ્પ ડેસ્ક તે લોકોની મદદ કરવા માટે છે જેણા પરિવારજનો હજુ પણ ગુમ કે ઘાયલ છે.

જેથી તેમણે યોગ્ય જાણકારી મળી શકે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમને આ ઘટનામાં હજુ ૨૯ લોકો ગુમ થયાની ફરિયાદો મળી છે. અમે ફરિયાદકર્તાઓની જાણકારી હાંસિલ કરી રહ્યા છીએ અને ગુમ થયેલા લોકોની સાથે તેમનો સંબંધને જાણી રહ્યા છીએ. અમે ડીએમ વેસ્ટથી એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જેમાં અમને કોઈ જાણકારી મળે છે કે તેમણે તાત્કાલિક માહિતી આપવામાં આવશે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૨૭ લોકોના મૃતદેહો મળી આવ્યા છે અને ઘણા લોકો હજુ પણ ગુમ છે. તેના સિવાય, પોલીસે સમગ્ર મામલામાં ફરિયાદ આઈપીસી ૩૦૪ (કાવતરાપૂર્વક હત્યા, હત્યાની શ્રેણીમાં નથી આવતી) ૩૦૮ (કાવતરાપૂર્વક હત્યાની કોશિશ) ૧૦૨ હેઠળ પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી છે.

Follow Me:

Related Posts