રાષ્ટ્રીય

દિલ્હીના આરએમએલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોનો કોવેક્સિન લેવાનો ઇન્કાર

દેશભરમાં આજથી કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. જેની અંદર ભારતની જ બે કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી પસી લગાવવામાં આવી રહી છે. તેવામાં આજથી ઘણી જગ્યાઓ પર વેક્સિનને લઇને વિવાદ અને વિરોધ પણ સામે આવ્યો છે. રાજધાની દિલ્હીના રામ મનોહર લોહિયા (આરએમએલ) હોસ્પિટલમાં પણ કોરોના વેક્સિન લગાવવાનો રેસિડેન્ટ ડોક્ટરોએ ઇનકરા કર્યો છે. આરએમએલના ડોક્ટરોએ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેંડેટને પત્ર લખીને કવેક્સિન રસી લેવાની માંગ કરી છે.

આ પત્રની અંદર ડોક્ટરોએ કહ્યું છે કે અમે બધા રેસિડેન્ટ ડોક્ટરો આરએમએલ હોસ્પિટલના સભ્યો છીએ. અમને જાણકારી મળી છે કે આજે હોસ્પિટલમાં કોરોના વેક્સિન માટેનું અભિયાન ચાલી રહ્યું છે. જે દરમિયાન સીરમ ઇન્સ્ટિટ્યુટના કોવિશીલ્ડની જગ્યાએ ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સિન લગાવવામાં આવી રહી છે. અમે તમારું ધ્યાન દોરવા માંગીએ છીએ તે કોવેક્સિનના બધા ટ્રાયલ પુરા થયા નથી. જેના કારણે કેટલીક શંકાઓ છે.
જાે મોટી સંખ્યામાં કોવેક્સિન લગાવી દેવામાં આવી તો પણ રસીકરણનું લક્ષ્ય પુરુ નહીં થાય. તેથી તમને અપીલ છે કે અમને કોવેક્સિનની જગ્યાએ કોવીશિલ્ડ લગાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે આજથી શરુ થયેલા રસીકરણ અભિયાનમાં બંને વેક્સિનનો પ્રયોગ થઇ રહ્યો છે. એઇમ્સ હોસ્પિટલમાં પણ ભારત બાયોટેકની કોવેક્સિન લગાવવામાં આવી રહી છે.

Related Posts