fbpx
રાષ્ટ્રીય

દિલ્હીના એરપોર્ટની દુર્ઘટના પછી GMR ઇન્ફ્રાના શેરમાં ઘટાડો નોંધાયો

રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે એક મોટો અકસ્માત થયો હતો. એરપોર્ટના ટર્મિનલ-૧ પર વરસાદના કારણે છત ધરાશાયી થતાં ત્યાં હાજર અનેક કાર દટાઈ ગઈ હતી. અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી છે કે એક વ્યક્તિનું મોત થયું છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ ૧ પરથી તમામ ફ્લાઈટ્‌સ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને ચેક-ઈન કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડ્ઢૈંછન્) એ સંયુક્ત સાહસ છે, જે ય્સ્ઇ એરપોર્ટ લિમિટેડ (જીેહ્વજૈઙ્ઘૈર્ટ્ઠિઅ ક ય્સ્ઇ ૈંહકટ્ઠિજંિેષ્ઠંેિી ન્ૈદ્બૈંીઙ્ઘ) (૬૪ ॅીિ ષ્ઠીહં), એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ૨૬ ટકા હિસ્સો જાળવી રાખે છે, અને હ્લર્ટ્ઠિॅિં છય્ ફ્રેન્કફર્ટ એરપોર્ટ સર્વિસિસ વચ્ચેના કન્સોર્ટિયમ તરીકે રચાયેલ છે. વિશ્વભરમાં (૧૦ ॅીિ ષ્ઠીહં). ઉલ્લેખનીય છે કે ય્સ્ઇ એરપોર્ટ લિમિટેડના શેરમાં ૩ ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યો છે.

દુર્ઘટના અંગે ડ્ઢૈંછન્ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આજે સવારથી ભારે વરસાદને કારણે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ ૧ના જૂના પ્રસ્થાન પ્રાંગણમાં સવારે ૫ વાગ્યાની આસપાસ કેનોપીનો એક ભાગ તૂટી પડ્યો હતો. લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પ્રવક્તાએ કહ્યું કે ઘાયલોને બહાર કાઢવા અને તબીબી સહાય પૂરી પાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ ઘટનાના પરિણામે, ટર્મિનલ ૧ થી તમામ પ્રસ્થાન અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યા છે. આ સાથે સુરક્ષાના પગલા તરીકે ચેક-ઈન કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે. આ વિક્ષેપ માટે અમે દિલથી ક્ષમાપ્રાર્થી છીએ. કોઈપણ અસુવિધા માટે પણ ક્ષમાપ્રાર્થી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ ૈંય્ૈં એરપોર્ટ પર પહોંચી ગયા છે. નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે સંપૂર્ણ તપાસ બાદ જ આવતીકાલથી ટર્મિનલ વન શરૂ કરવામાં આવશે. સરકારે મૃતકોના પરિવારને ૨૦ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તે જ સમયે, ઘાયલો માટે ૩ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

Follow Me:

Related Posts