fbpx
રાષ્ટ્રીય

દિલ્હીના કનોટ પ્લેસમાંથી એક બિનવારસી બેગ મળી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે

રાજધાની દિલ્હીની શાળાઓમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપતા હોક્સ કોલનો મામલો હજુ ઉકેલાયો નથી, પરંતુ શનિવારે ફરી એકવાર આવી જ ઘટનાએ લોકોના જીવ તાળવે ચોંટાલી દીધા હતા, વાસ્તવમાં, રાજધાનીના ભીળભાળ વિસ્તાર કનોટ પ્લેસમાં એક લાવારિસ બેગ મળી આવી હતી. બપોરે એક લાવારસ બેગ પડી હોવાના સમાચારે ખળભળાટ મચાવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તેની સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ પહોંચી ગઈ હતી. કનોટ પ્લેસના દ્ગ બ્લોકમાંથી આ બિનવારસી બેગ મળી આવી હતી. ફાયર વિભાગ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી પણ કંઈ શંકાસ્પદ મળ્યું નથી.

Follow Me:

Related Posts