fbpx
રાષ્ટ્રીય

દિલ્હીના કોંગ્રેસની રેલીને રાહુલ ગાંધીએ કરી સંબોધિત, જીભ લપસી થવા લાગ્યા ટ્રોલ

દિલ્હીના રામલીલા મેદાન પર કોંગ્રેસની હલ્લાબોલ રેલીને રાહુલ ગાંધીએ સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે દૂધ, ગેસ સિલિન્ટર, લોટ, સરસવનું તેલ અને પેટ્રોલ ડીઝલની કિંમત અનેક ગણી વધી ગઈ છે. આ દરમિયાન લોટને લઈને તેમની જીભ લપસી તો ટ્રોલ થઈ ગયા. સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં રાહુલ ગાંધી લોટના કેટલાક વર્ષો પહેલાના જૂના ભાવ અને આજના ભાવની તુલના કરી રહ્યાં હતા. આ દરમિયાન રાહુલ ગાંધીથી કિલોની જગ્યાએ લીટર બોલાય ગયું. તેમણે કહ્યું કે પહેલા લોટ ૨૨ રૂપિયે લીટર હતો અને આજે ૪૦ રૂપિયા લીટર વેંચાઈ રહ્યો છે. બસ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકો રાહુલ ગાંધીને ટ્રોલ કરવા લાગ્યા. આ વીડિયોને ઘણા યૂઝર્સે શેર કર્યો છે.

ત્યાં સુધી પણ ભાજપના ઘણા નેતાઓએ પોસ્ટ કરતા રાહુલ ગાંધીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. સોશિયલ મીડિયા પર તમામ યૂઝર્સ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. હકીકતમાં આ સ્પીચ દરમિયાન રાહુલ ગાંધીની જીભ લપસી હતી. તેને કારણે તેમણે કિલોની જગ્યાએ લીટર બોલી દીધુ. ત્યારબાદનો પણ વીડિયો સામે આવ્યો છે, જેમાં રાહુલ ગાંધીએ પોતાની ભૂલ સુધારી લીધી છે. પરંતુ સોશિયલ મીડિયા પર માત્ર એક વાતનો વીડિયો શેર કરી લોકો કટાક્ષ કરી રહ્યાં છે. નોંધનીય છે કે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે મોંઘવારી વિરુદ્ધ હલ્લાબોલ રેલી કરી. આ દરમિયાન કોંગ્રેસના તમામ મોટા નેતા રામલીલા મેદાન પહોંચ્યા હતા. આ રેલીમાં ફરી રાહુલ ગાંધીને કોંગ્રેસે મોટા ચહેરા તરીકે રજૂ કર્યાં છે. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર અનેક પ્રહારો કર્યાં હતા.

Follow Me:

Related Posts