fbpx
ગુજરાત

દિલ્હીના ડે. સીએમ મનિષ સિસોદિયાએ ગાંધી આશ્રમથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવ્યો

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ હવે રાજકીય પક્ષો લોકો સુધી પહોંચી રહ્યાં છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા આજથી ગુજરાતમાં બસ હવે પરિવર્તન જાેઈએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. સવારે મનીષ સિસોદિયા અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા.

સવારે તેઓ સાબરમતી આશ્રમથી આ યાત્રાની શરૂઆત કરાવી છે. આ યાત્રા ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ૬ દિવસ સુધી ચાલશે. જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકો હવે પ્રેમ અને પાર્ટી પર લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે. અરવિંદ કેજરીવાલના કામને જાેઈ રહ્યા છે જેનાથી ભાજપ બોખલાઈ ગયું છે.

૨૭ વર્ષથી ભાજપનું શાસન છે. પરંતુ કામ નથી કર્યું માત્ર વાયદા જ કર્યા છે. લોકોને આશા છે સારી સ્કૂલ, હોસ્પિટલ, રોજગાર વગેરે મળે. જેથી આજથી ગુજરાતમાં પરિવર્તન માટે યાત્રા નીકળશે. વિવિધ વિસ્તારમાં યાત્રા કાઢવામાં આવશે. ભાજપે ૨૭ વર્ષના સાશનમાં કોઈ કામ નથી કર્યું.

સારી સ્કૂલ, હોસ્પિટલ અને રોજગારી જે આપવી જાેઈએ એ આપવામા આવી નથી. ભાજપ આડી અવળી વાતો કરે છે. જ્યારે પ્રજા હવે અરવિંદ કેજરીવાલના દિલ્લી અને પંજાબના કામો જાેઈ વિશ્વાસ મૂકી રહી છે. ત્યારે ભાજપનું દુઃખી થવું અને ડરવું સ્વાભાવિક છે. આજે ગુજરાત આવ્યો છું અને સમય સમય પર લોકોને મળીશું દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા દ્વારા આજે સાબરમતી ગાંધી આશ્રમથી યાત્રાનો શુભારંભ કરાવવા માં આવ્યો હતો.

સૌથી પહેલા તેઓ ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા. હૃદયકુંજમાં તેમણે ગાંધીજીના ફોટાને સુતરની આંટી પહેરાવી હતી. ત્યારબાદ હૃદય કુંજની મુલાકાત લઇ અને ત્યાં રેંટિયો કાત્યો હતો. તેમણે બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગાંધી આશ્રમમાં આવેલા મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી.મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે અહીંયા આવીને સમાજમાં ઈમાનદારી અને મહેનતથી કામ કરવાની પ્રેરણા મળે છે.

આશ્રમમાં હું ફર્યો અને દરેક જગ્યાએ ગાંધીજી ઉપસ્થિત છે અને પ્રેરણા આપી રહ્યા છે. પણ દેશમાં શિક્ષણ અને સારવાર માટે ઘણું કરવાનું છે. રાજનીતિ અને સરકારના વિવિધ પદો ઉપર જે લોકો બેઠા છે તેમણે અહીંયા આવવું જ જાેઈએ.નેતાઓ જે રીતે રાજનીતિ કરી રહ્યા છે અને ભાજપ અને કોંગ્રેસે સ્કૂલો અને હોસ્પિટલો તો ખોલી નથી અને લોકો જ્યારે અરવિંદ કેજરીવાલથી આશા છે તો દિવસ રાત બેસીને તેમને ગાળો આપવામાં આવે છે.

ગુજરાત પરિવર્તન માગે છે. પરિવર્તનને કઈ દિશામાં લઈ જવાનું છે તેની પ્રેરણા માટે આવ્યો છું અને બાપુના આશીર્વાદ લઇ આજથી આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. દિલ્હીમાં શરાબનીતિને લઈ એ રીતે ભાજપ દ્વારા સ્ટિંગ ઓપરેશન અને જે તસવીરો આવી રહી હોવા બાબતે તેઓએ જણાવ્યું હતું કે ભાજપ ખોટું બોલી રહી છે.

Follow Me:

Related Posts