દિલ્હીના શિક્ષણમંત્રીનો ગુજરાતના શિક્ષણમંત્રીને ડિબેટ માટે ખુલ્લો પડકાર, ઈટાલિયાએ કહ્યું સારી તક છે ઝડપી લો
- દિલ્લી AAP અને ગુજરાતના ભાજપ વચ્ચે શિક્ષણ મુદ્દે ટ્વિટ વૉર
- દિલ્લીના ડેપ્યુટી CM મનિષ સિસોદીયાએ ભાજપ પર કર્યા પ્રહાર
- ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને ડિબેટ માટે ફેંક્યો પડકાર
- હું જીતુ વાઘાણીને જાહેરમાં ડિબેટ માટે ચેલેન્જ કરું છું-સિસોદીયા
દિલ્લી AAP, ગુજરાત ભાજપ વચ્ચે ટ્વીટર વૉર
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી દેખાઈ રહી છે ત્યારે ઈલેક્શન મોડ શરૂ થતો દેખાઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતમાં પણ જાણે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે તેવું લાગી જ રહ્યું છે. પરંતુ સામે AAP પણ હવે અગ્રેસીવ મોડ પર દેખાઈ રહી છે. આવામાં હાલમાં તો ભાજપ અને આપ વચ્ચે સોશ્યલ મીડિયા પર ટ્વિટર વોર શરૂ થઈ ગયું છે.
ગુજરાતના શિક્ષણમંત્રીને ફેંક્યો પડકાર
દિલ્હીની AAP સરકાર અને ગુજરાતના ભાજપ વચ્ચે શિક્ષણ મુદ્દે ટ્વીટર વૉર ચાલી રહ્યું છે. દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદીયાએ ભાજપ પર પ્રહાર કર્યો છે. અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને જાહેરમાં ડિબેટ માટે પડકાર ફેંક્યો છે. ઉલ્લેખનીય છે કે આ ચેલેન્જ એ સંદર્ભે આપવામાં આવી છે જ્યારે હાલમાં ગુજરાત ભાજપ દિલ્હીની સ્કૂલો વિરુદ્ધ ટ્વીટ કરી રહ્યું છે. જે બાદ સિસોદીયાએ જીતુ વાઘાણીને પડકાર ફેંક્યો છે. સિસોદીયાએ કહ્યું કે શિક્ષણ અંગેની કોઈ વાત ભાજપ ન જ કરે તો સારું.
AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પણ આપી પ્રતિક્રિયા
આ મુદ્દે ગુજરાત AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ધારદાર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભાજપ પાસે આ સારી તક છે આવી ચેલેન્જ સ્વીકારીને અમારી પાર્ટીને ખુલ્લી પાડવી જોઈએ. મનીષ સિસોદિયાને જલ્દીમાં જલ્દી સમય અને તારીખ આપીને ડીબેટ માટે ગુજરાત બોલાવી લેવા જોઈએ. પરંતુ અમને ખબર છે કે ભાજપ આ ચેલેન્જ નહીં સ્વીકારે. એટલે મારી વિનંતી છે કે આવી ટ્વિટ કરવાનું બંધ કરો અને અમારી સામે ન પડો. આ કોંગ્રેસ નથી કે બધુ સાંભળી લેશે, અમારી સામે પડશો તો ખુલ્લા પાડી દઈશું.
Recent Comments