રાષ્ટ્રીય

દિલ્હીની દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે તિહાર જેલમાં સરેન્ડર કરવું પડશે

દિલ્હીની દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે તેમની વચગાળાની જામીન અરજી પર ચુકાદો આપ્યો નથી. તેથી આજે ૨, જૂને તિહાર જેલમાં સરેન્ડર કરવું પડશે. વાસ્તવમાં કોર્ટે ૧૦ મેના રોજ ચૂંટણી પ્રચાર માટે અરવિંદ કેજરીવાલને ૨૧ દિવસના વચગાળાના જામીન પર મુક્ત કર્યા હતા. તેમના જામીન ૨ જૂને પૂર્ણ થાય છે અને તેમણે રવિવારે સરેન્ડર કરવું પડશે.

ઈડી એ સુનાવણી દરમિયાન કોર્ટને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે તથ્યો છૂપાવ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય સહિત ઘણા મુદ્દાઓ પર ખોટા નિવેદનો આપ્યા હતા. આના જવાબમાં કેજરીવાલના વકીલે કહ્યું કે તે કેજરીવાલ બીમાર છે અને સારવારની જરૂર છે.

Related Posts