દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણને સ્તરને જાેતાં કેજરીવાલ સરકારે રાજધાનીની સ્કૂલોમાં પાંચમા ધોરણ સુધી તમામ ક્લાસ મંગળવાર ૮ નવેમ્બર સુધી બંધ કરવા માટે કહ્યું. તેના માટે દિલ્હી સરકારે શુક્રવારે (૪ ઓક્ટોબર) ના રોજ ઔપચારિક આદેશ જાહેર કરી દીધો. તેમાં પાંચમા ઉપરના તમામ ધોરણના બાળકો માટે આઉટડોર એસેંબલી અને આઉટડોર પ્લેઇંગ એક્ટિવિટીને મંગળવારે ૮ નવેમ્બર સુધી બંધ કરવાની વાત કહેવામાં આવી છે. દિલ્હી-એનસીઆરની ઘણી સ્કૂલો અને વિદ્યાર્થીઓના વાલીઓને પ્રદૂષણના વધતા જતા સ્તરને જાેતાં પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્લાસ આયોજિત કરવાની સરકારે જાહેરાતનું સ્વાગત કર્યું છે. આ સાથે જ સ્કૂલો અને વિદ્યાર્થીઓના વાલીઓને આશા વ્યક્ત કરી છે કે હાલની સમસ્યાના સમાધાન માટે સત્તાવાર અધિકારીઓ સાથે-સાથે લોકો દ્વારા પણ નક્કર પ્રયત્ન કરવામાં આવશે. વિશેષજ્ઞોએ સૂચન આપ્યું છે કે સરકરને સ્કૂલોમાં રજાઓના કાર્યક્રમમાં ફેરફાર કરવો જાેઇએ કારણ કે દર વર્ષે શિયાળાની સિઝનમાં પ્રદૂષણની સમસ્યા ગંભીર થતી જાય છે.
દિલ્હી સરકારે વધતા જતા પ્રદૂષણને ધ્યાનમાં રાખતાં શુક્રવારે જાહેરાત કરી કે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રાથમિક સ્કૂલ શનિવારથી આગામી આદેશ સુધી બંધ રહેશે જ્યારે અન્ય ધોરણના વિદ્યાર્થીઓ માટે બહારી ગતિવિધિઓ સીમિત કરી દેવામાં આવશે. સરકારના આ ર્નિણયથી જ્યાં માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો, તો બીજી તરફ ઘણી સ્કૂલોએ વારંવાર સ્કૂલ બંધ હોવાના કારણે બાળકોના નુકસાનની ચિંતા વ્યક્ત કરી છે. દિલ્હી વાલી સંઘની અધ્યક્ષ અપરાજિતા ગૌતમે કહ્યું કે પ્રાથમિક સ્કૂલોને બંધ કરવા એક સ્વાગત યોગ્ય પગલું ભર્યું છે, પરંતુ સાથે જ તેમણે સવાલ કર્યો કે અન્ય ધોરણને સસ્પેંડ કેમ ન કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે ”શું સરકારને લાગે છે કે દિલ્હીમાં ખરાબ વાયુ ગુણવત્તાથી તે બાળકોને નુકસાન નહી થાય, જે મોટા છે? પ્રદૂષણના પ્રભાવની કોઇ ઉંમર હોતી નથી. તમામ વર્ગોના વિદ્યાર્થીઓને રાહત આપવી જાેઇતી હતી. આ ઉપરાંત સરકાર ક્યાં સુધી પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે કામચલાઉ સમાધનનો સહારો લેવાનું ચાલુ રાખશે.
Recent Comments