દિલ્હીમાં એસિડ એટેક પર ગુસ્સામાં ગૌતમ ગંભીર, “શબ્દોથી ન્યાય નહીં જાહેરમાં ફાંસી આપો”
દિલ્હીમાં એક સ્કૂલની વિદ્યાર્થિની પર એસિડ હુમલાની ઘટનાએ ઘણા સવાલ ઉભા કર્યાં છે. દિલ્હીના દ્વારકા પાસે બુધવારે સવારે એક સગીર વિદ્યાર્થિની પર તેજાબ ફેંક્યું હતું. આ ઘટના ત્યારે ઘટી જ્યારે તે પોતાની નાની બહેનની સાથે જઈ રહી હતી. બાઇક પર અચાનક બે યુવકો આવ્યા અને તેજાબ હુમલો કરીને ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત પીડિતાની સારવાર સફદરજંગ હોસ્પિટલમાં ચાલી રહ્યું છે. તો આ ઘટના પર લોકોનો ગુસ્સો પણ ફુટી પડ્યો છે. પૂર્વ ક્રિકેટર અને દિલ્હીથી ભાજપના સાંસદે કહ્યું કે આવા લોકોને જાહેરમાં ફાંસી આપવી જાેઈએ. તેમણે કહ્યું કે ડર પેદા કરવો પડશે. ગૌતમ ગંભીરે વિદ્યાર્થિની પર એસિડ ફેંકનાર વ્યક્તિઓને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી છે. ગૌતમ ગંભીરે ટ્વીટ કરતા લખ્યુ કે શબ્દ કોઈ ન્યાય ન કરી શકે. આપણે આ પ્રાણીઓમાં અપાર પીડાનો ડર પેદા કરવો પડશે. દ્વારકામાં સ્કૂલની વિદ્યાર્થિની પર તેજાભ ફેંકનાર યુવકોને જાહેરમાં ફાંસી આપવી જાેઈએ.
ડીસીપી દ્વારકા, એમ હર્ષવર્ધને જણાવ્યુ કે ૧૭ વર્ષની યુવતી પર એસિડ હુમલાના ત્રણેય આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. પીડિતાની સારવાર ચાલી રહી છે. પોલીસે કહ્યું કે, તેમને સવારે આશરે ૯ કલાકે પીસીઆર પર ઘટનાની સૂચના મળી. પીડિતાની બહેને બે પરિચિતો પર શંકા વ્યક્ત કરી હતી. ડ્ઢઝ્રઉ ચીફ સ્વાતિ માલીવાલે પણ ટ્વીટ કરીને કહ્યું કે, પીડિતાની મદદ માટે એક ટીમ હોસ્પિટલ મોકલવામાં આવી છે. સ્વાતિ માલીવાલે તેજાબ હુમલાને લઈને કહ્યું કે પ્રતિબંધ છતાં તેજાબ, શાકભાજીની જેમ ખરીદવા માટે ઉપલબ્ધ છે. ટિ્વટર પર શેર કરેલા એક વીડિયોમાં માલીવાલે કહ્યું કે તેજાવના વેચાણ પર પ્રતિબંધ કડક રીતે લાગૂ કરવા માટે આયોગ કોર્ટનો દરવાજાે ખખડાવી શકે છે.
Recent Comments