હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ૫ દિવસો દરમિયાન ઉત્તરાખંડમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વળી, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના રહી છે. હરિયાણા, ચંડીગઢ, પંજાબ અને પૂર્વી રાજસ્થાનમાં આગામી ૨ દિવસો સુધી સારા પ્રમાણમાં વરસાદ પડી શકે છે. જાેકે મધ્યપ્રદેશના ૧૧ જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરી દેવાયું છે તો રાજસ્થાનના ૧૦ જિલ્લામાં યલો અલર્ટ જાહેર. દેશમાં ફરી એકવાર વરસાદનું આગમન થતા લોકો મોન્સૂનની મજા માણી રહ્યા છે. દિલ્હીમાં લાંબા વિરામ પછી ફરીથી મેઘરાજા મહેરબાન થયા છે, જાેકે અનરાધાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ જતા સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વળી શનિવારે ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર અને દિલ્હી-દ્ગઝ્રઇમાં ભારેથી અતિભારે પડી શકે છે. દિલ્હી-દ્ગઝ્રઇમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. દેશમાં શુક્રવાર રાતથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિકોને પણ એનાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ૈંસ્ડ્ઢની આગાહી મુજબ, ૨૩ ઓગસ્ટ સુધી પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં ભારે વરસાદ પડી શકે છે. બિહારમાં આજે અને આવતીકાલે અનેક વિસ્તારોમાં તૂટક-તૂટક વરસાદની સંભાવના છે. ઉત્તર દિલ્હી, ઉત્તર પૂર્વ દિલ્હી અને હરિયાણાના કેટલાક ભાગોમાં હળવો વરસાદ તો કેટલાક સ્થળે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.
દિલ્હીમાં ભારે વરસાદ : ઠેર-ઠેર પાણી ભરાયા

Recent Comments