દિલ્હીમાં હિંસા બાદ લાપતા ૨૯ ખેડૂતોની કેજરીવાલ સરકાર તપાસ કરશે

દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ ૨૯ જેટલા ખેડૂતો લાપત્તા છે અને તેમની કોઈ ભાળ નથી ત્યારે આમ આદમી પાર્ટીના ચીફ અને દિલ્હીના સીએમ કેજરીવાલે આ મુદ્દો ઉઠાવ્યો છે.
તેમણે કહ્યુ હતુ કે, હિંસા બાદ જેલમાં પૂરાયેલા ૧૧૫ દેખવાકારોનુ લિસ્ટ અમે જાહેર કરીશું.આ ખેડૂતોને હિંસા બાદ પકડવામાં આવ્યા હતા.ઉપરાંત જે ખેડૂતો લાપતા છે તેમને શોધવા માટે અમારી સરકાર તમામ પ્રયાસ કરીશું.લિસ્ટ જાહેર થવાના કારણે લાપતા ખેડૂતોના પરિવારજનોને મદદ મળશે.
કેજરીવાલે કહ્યુ હતુ કે, લાપતા ખેડૂતોને શોધવા માટે દિલ્હી સરકાર જરુર પડે તો કેન્દ્ર સરકાર સાથે પણ વાત કરશે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોની સંયુક્ત સમિતિ દ્વારા ૨૯ ખેડૂતો લાપતા હોવાનો આક્ષેપ કરાયો છે અને તેનુ લિસ્ટ ખેડૂતોએ મુખ્યમંત્રી કેજરીવાલને ગઈકાલે આપ્યુ છે.
ખેડૂતોએ એવી પણ માંગ કરી છે કે, જેલમાં પૂરવામાં આવેલા ખેડૂતોનુ મેડિકલ ચેકઅપ કરવા માટે એક બોર્ડ બેસાડવામાં આવે. નિર્દોષ ખેડૂતોને સરકાર દ્વારા જેલમાં પૂરવામાં આવ્યા છે.
Recent Comments