સરકાર દ્વારા કાપડ પર ય્જી્નો દર ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરવા માટે ર્નિણય કરવામાં આવ્યો છે. ૧લી જાન્યુઆરી ૨૦૨૨થી તેનો અમલ કરવા માટે સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે. ય્જી્ના નવા દરના અમલીકરણ પૂર્વે કાપડ મંત્રાલય દ્વારા દેશના જુદા જુદા સંગઠનો સાથે એક બેઠક યોજાઇ રહી છે. ટેક્સટાઇલમાં મેન મેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇનમાં ૫ ટકાને બદલે ૧૨ ટકાનો ય્જી્ સ્લેબ ૧ લી જાન્યુઆરી ૨૦૨૨થી લાગુ કરવામાં આવતા ગુજરાત , મહારાષ્ટ્ર અને તામિલનાડુના ટેક્સટાઇલ સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે . કોટન અને સિલ્ક પર પણ ૧૨ ટકાનો ય્જી્ દર લાગુ કરવામાં આવતા દક્ષિણ ભારતના રાજયોમાં કેન્દ્ર સરકાર સામે આંદોલન ચાલી રહ્યા છે . ૫ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂતો પછી હવે સરકાર કાપડના વેપારીઓ અને ઉત્પાદકોને નારાજ કરવા માંગતી નહીં હોઇ તેવા સંકેત મળી રહ્યા છે. કાપડ પર ૫ ટકાને બદલે ૧૨ ટકા ય્જી્નો સ્લેબ લાગુ કરાતા દેશભરના વેપારી સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. તેને લીધે કેન્દ્રના નાણાંમંત્રી ર્નિમલા સિતારમણે આજે ૨૧ રાજયોના ટેક્સટાઇલ સંગઠનો અને સંપૂર્ણ ટેક્સટાઇલ ચેઇનના સ્ટેક હોલ્ડરોની નવી દિલ્હીમાં તાકીદની બેઠક બોલાવી છે.સરકાર દ્વારા કાપડ પર ય્જી્નો દર ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરવા માટે ર્નિણય કરવામાં આવ્યો છે. ૧લી જાન્યુઆરી ૨૦૨૨થી તેનો અમલ કરવા માટે સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં ય્જી્ને લઇ કાપડમંત્રીની અધ્યક્ષમાં બેઠક મળશે.કેન્દ્રિય કોમર્સ મંત્રાલય દ્વારા કાપડ પર વધારવામાં આવેલા ય્જી્ના દરને લઇ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ મીટિંગમાં સુરતમાંથી માત્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતીને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. અન્ય સ્ટેક હોલ્ટર એટલે કે એસોસિએશનોને આમંત્રણ આપવામાં નહીં આવતા નારાજગી જાેવા મળી રહી છે.
દિલ્હી ખાતે જીએસટી અંગે કાપડમંત્રીની અધ્યક્ષતામાં બેઠક

Recent Comments