દિલ્હી-NCR ને ગંભીર પ્રદૂષણથી મળશે રાહત?!..,હવામાન વિભાગનું કહેવું છે આવું!
દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે. દિલ્હી સહિત ઘણા શહેરોની હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં હોવાને કારણે દિલ્હી સરકારે પ્રાથમિક શાળાઓને બંધ કરવાનો ર્નિણય લીધો છે. આ સાથે ૫૦ ટકા સરકારી કર્મચારીઓને પણ ઘરેથી કામ કરવાની સૂચના આપવામાં આવી છે. પ્રદૂષણનું સ્તર ભયજનક બન્યા બાદ દિલ્હીવાસીઓ પણ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જ્યારે પહેલાથી જ શ્વસન સંબંધી રોગોથી પીડિત લોકો હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં પહોંચી રહ્યાં છે. દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણના સ્તર અને દિવાળી પૂરી થયા પછી પણ હવાની ગુણવત્તામાં સુધારો ન થતાં, સવાલ એ જરૂરી બન્યો છે કે દિલ્હીને આ ખતરનાક પ્રદૂષણમાંથી ક્યાં સુધી રાહત મળશે? નવેમ્બરમાં શિયાળામાં વધારો અને હવામાં વધુ સ્થિરતા સાથે પરિસ્થિતિ વધુ વણસી જશે? ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક વીકે સોનીએ જણાવ્યું હતું કે આ સમયે દિલ્હી અને તેની આસપાસના લોકો જે પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે, તેઓ ટૂંક સમયમાં તેનાથી થોડી રાહત મેળવી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ૪ નવેમ્બર એટલે કે શુક્રવાર સુધી દિલ્હીની હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં રહેવાની સંભાવના છે, જ્યારે ૫ નવેમ્બરથી પવનની ગતિમાં ફેરફાર બાદ હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં આવશે. જે ખૂબ જ ખરાબ શ્રેણી છે. તે જ સમયે, ૬ઠ્ઠી અને ૭મી નવેમ્બરે આવનારા બે દિવસ માટે હવાની ગુણવત્તા અત્યંત ખરાબ શ્રેણીમાં રહેશે. વીકે સોનીનું કહેવું છે કે શુક્રવારે પવન ૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધીને પૂર્વ દિશામાંથી દિલ્હી પહોંચશે. આ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે પરંતુ હળવું ધુમ્મસ રહેશે.
આ સિવાય ૫ નવેમ્બરે સપાટી પરનો પવન પૂર્વ-દક્ષિણ દિશામાંથી દિલ્હી તરફ ફૂંકાશે. જેની સ્પીડ ખૂબ જ ઝડપી હશે એટલે કે ૮ થી ૧૮ ાદ્બॅર. ભારે પવનને કારણે પ્રદૂષણના રજકણો ઉડી જશે અને દિલ્હીના પ્રદૂષણમાં થોડી રાહત મળશે. વી.કે.સોની કહે છે કે ગયા વર્ષની સરખામણીએ આ વખતે પ્રદૂષણ ઓછું જાેવા મળ્યું છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે ઓક્ટોબર મહિનો સારો રહ્યો છે. ઑક્ટોબર મહિનામાં હવાની ગુણવત્તા મોટે ભાગે સંતોષકારક હતી. જાે કે નવેમ્બર મહિનામાં અહીં હવા તીવ્ર બની ગઈ છે, પરંતુ ૫ નવેમ્બરથી થોડી રાહત મળવાની આશા છે.
Recent Comments