દિલ્હી પોલીસના ૩૦૦થી વધુ કર્મચારીઓ કોરોના પોઝીટીવ
દિલ્હીમાં સકારાત્મકતા દર ૨૩.૫૩ ટકા પર પહોંચી ગયો છે. આ સાથે દિલ્હીમાં અત્યાર સુધીમાં ૧૫ લાખ ૪૯ હજાર ૭૩૦ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા ૬૦ હજાર ૭૩૩ રહી છે. રવિવારે ૧૦ હજાર ૧૭૯ લોકો સ્વસ્થ થયા. આ સાથે દિલ્હીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા ૧૪ લાખ ૬૩ હજાર ૮૩૭ થઈ ગઈ છે. કોરોનાને કારણે ૧૭ લોકોના મોત થયા છે. કોરોનાને કારણે મૃત્યુના નવા કેસ સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં દિલ્હીમાં કોરોના સંક્રમણને કારણે ૨૫ હજાર ૧૬૦ લોકોના મોત થયા છે. ૧૮૦૦ દર્દીઓ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. જણાવી દઈએ કે દિલ્હી પોલીસમાં ૮૦ હજારથી વધુ જવાનો છે. તાજેતરમાં દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ પોલીસ કર્મચારીઓમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી હતી. એસઓપી મુજબ, તમામ પોલીસ કર્મચારીઓએ ફરજ પર હોય ત્યારે ચહેરા પર માસ્ક પહેરવા જાેઈએ, સામાજિક અંતરનું પાલન કરવું જાેઈએ અને હાથને યોગ્ય રીતે ધોવા અથવા સેનિટાઈઝ કરવા જાેઈએ.
કેન્દ્ર સરકારે કોરોના વોરિયર્સને કોરોના રસીનો સાવચેતી ડોઝ આપવાનુ નક્કી કર્યુ છે. જેમાં આરોગ્ય સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને સાવચેતી ડોઝ આપવામાં આવશે.દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. દિલ્હી પોલીસના ૩૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, જેમાં જનસંપર્ક અધિકારી અને એડિશનલ કમિશનર સહીતના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. પોલીસ હેડક્વાર્ટર સહિત તમામ એકમો અને તમામ પોલીસ સ્ટેશનોમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અત્રે ઉલ્લેખનીય કે રવિવારે છેલ્લા ૨૪ કલાકમાં દિલ્લીમાં કોરોના વાયરસના ૨૨ હજાર ૭૫૧ નવા કેસ સામે આવ્યા છે.
Recent Comments