દિલ્હી પોલીસ બે ફેક્ટરીમાં રેડ કરી ૧૫ ટન ભેળસેળયુક્ત મસાલા અને કાચો માલ જપ્ત કર્યો, ત્રણની ધરપકડ
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને એક ખુબજ મોટી સફળતા મળી છે જેના કારણે કરોડો લોકોના સવાસ્થય અને જીવન સાથે ચેડા કરી જોખમમાં મુકાઇ રહ્યા હતા તેને ઝડપીને બંધ કરવી દેવામાં આવ્યું. ક્રાઈમ બ્રાન્ચે કરવલ નગરમાં આવેલી બે ફેક્ટરીઓમાં રેડ કરી હતી, જ્યાં સડેલા ચોખા, લાકડાના લાકડાં નો વહેર અને રસાયણો સાથે ભેળસેળવાળો મસાલો બનાવવામાં આવતો હતો.
ક્રાઈમ બ્રાંચની ટીમે કરવલ નગરમાંથી ૧૫ ટન ભેળસેળયુક્ત મસાલા અને કાચો માલ જપ્ત કર્યો છે. ખારી બાઓલી, સદર બજાર, લોની ઉપરાંત, આરોપીઓ સમગ્ર દ્ગઝ્રઇ અને અન્ય રાજ્યોમાં ભેળસેળયુક્ત મસાલા સપ્લાય કરતા હતા. પોલીસની સૂચના પર ફૂડ સેફ્ટી વિભાગે મસાલાના સેમ્પલ લીધા છે.
આરોપીઓની ઓળખ કરાવલ નગરના દિલીપ સિંહ ઉર્ફે બંટી (૪૬), મુસ્તફાબાદના સરફરાઝ (૩૨) અને લોનીના ખુર્શીદ મલિક (૪૨) તરીકે કરવામાં આવી છે.
દિલ્લી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કરેલી રેડ દરમિયાન એક ફેક્ટરીમાંથી દિલીપ સિંહ અને ખુર્શીદ મલિક નામના બે લોકો મળી આવ્યા હતા. આ લોકો ભેળસેળવાળો મસાલો તૈયાર કરતા હતા. બંનેએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટીમે તેમને પકડી લીધા હતા.
પોલીસે જ્યારે ફેક્ટરીના માલસામાનની તપાસ કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે સડેલા ચોખા, બાજરી, નાળિયેર, બ્લેકબેરી, લાકડાંની ભૂકી, કેમિકલ અને ઘણા ઝાડની છાલમાંથી મસાલા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ મસાલા દરેક ૫૦ કિલોના મોટા બોક્સમાં રાખવામાં આવ્યા હતા અને બજારોમાં વેચવામાં આવી રહ્યા હતા. ટીમે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને જાણ કરી હતી. તેમણે સ્થળ પર આવીને તપાસ કરી હતી.
આરોપીઓએ જણાવ્યું કે ખારી બાઓલી અને સદર બજારથી ભેળસેળવાળો મસાલો પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવતો હતો.
કરવલ નગરની આ બે ફેક્ટરીઓ પર પોલીસના દરોડામાં કુલ ૧૫ ટન ભેળસેળવાળો મસાલો અને કાચો માલ મળી આવ્યો છે. આ દરેક ૫૦ કિલોના બોક્સમાં રાખવામાં આવી હતી. ૧૦૫૦ કિલો સડેલા ચોખા – ૨૦૦ કિલો સડેલો બાજરો – ૬ કિલો સડેલું નારિયેળ – ૭૨૦ કિલો બગડેલા ધાણા – ૫૫૦ કિલો બગડેલી હળદર – ૭૦ કિલો નીલગિરીના પાન – ૧૪૫૦ કિગ્રા સડેલા બ્લેકબેરિઝ – ૨૪ કિલો સાઈટ્રિક એસીડ, ૪૦૦ કિલો લાકડાનુ ભુસુ, ૨૧૫૦ કિલો પશુ આહાર થૂલું, ૪૪૦ કિલો બગડેલો મરચાનો ભુકો, ૧૫૦ કિલો મરચાંની દાંડી, ૫ કિલો કેમિકલ રંગો
પોલીસનું કહેવું છે કે આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ભેળસેળયુક્ત મસાલા દિલ્હીના મોટા બજારો સહિત સમગ્ર દ્ગઝ્રઇમાં વેચવામાં આવતા હતા. તેમાં દિલ્હીના સદર બજાર અને ખારી બાઓલી જેવા લોકપ્રિય બજારોનો પણ સમાવેશ થાય છે.
Recent Comments