fbpx
રાષ્ટ્રીય

દિલ્હી મનપા ચૂંટણીમાં ભાજપનો સફાયોઃ આપે ૫માંથી ૪ બેઠક જીતી

દિલ્હી મહાનગરપાલિકાના પાંચ વોર્ડની પેટાચૂંટણીના પરિણામ સામે આવ્યા છે. જેમાં આદ આદમી પાર્ટીની ચાર અને કોંગ્રેસની એક સીટ પર જીત થઇ છે. ત્રિલોકપુરી, શાલીમાર બાગ વોર્ડ, રોહિણી-સી અને કલ્યાણપુરી બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીત મેળવી છે. જ્યારે પૂર્વ દિલ્હીની ચૌહાણ બાંગડ સીટ પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ છે. અગાઉ આમાંથી ચાર બેઠક આપ પાસે હતી, જ્યારે એક ભાજપ પાસે હતી.

કલ્યાણપુરીથી આપના ધીરેન્દ્ર કુમારે ૭,૨૫૯ મતોથી જીત મેળવી છે, તેમનો મુકાબલો ભાજપના સિયારામ સામે હતો. શાલીમાર બાગ ઉત્તરથી આપની સુનિતા મિશ્રા ૨,૭૦૫ મતોથી વિજયી થઈ. ફ્ક્ત એક જ વોર્ડ ચૌહાણ બાંગડથી કોંગ્રેસના ઝુબૈર અહેમદ જીત્યા છે. તેમણે આપના ઇશરાક ખાનને ૧૦,૬૪૨ મતોથી હરાવ્યા છે. ત્રિલોકપુરીમાં આપના વિજય કુમારે ભાજપના ઓમપ્રકાશને ૪,૯૮૬ મતોથી પરાજિત કર્યા છે. જ્યારે, રોહિણી-સી થી આપના રામચંદ્રએ ભાજપના રાકેશ ગોયલને ૨,૯૮૫ મતોથી હરાવ્યા છે.

પરિણામ બાદ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્હીની જનતાએ મહાનગરપાલિકાની પેટાચૂંટણીમાં ૫માંથી ૪ બેઠક આપીને અરવિંદ કેજરીવાલની રાજનીતિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ભાજપના સૂપડાં સાફ કર્યા છે. આનાથી આ વાત સ્પષ્ટ થાય છે કે, મહાનગરપાલિકામાં ૧૫ વર્ષ ભાજપના શાસનથી દિલ્હીની પ્રજા બહું કંટાળી ગઇ હતી અને હવે ઇચ્છે છે કે ઝાડૂ મારીને ભાજપને સાફ કરવામાં આવે.

તેમણે ટિ્‌વટ કરીને અમેસીડી પેટાચૂંટણીમાં ૫માંથી ૪ બેઠક જીતનાર આપના કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી. ભાજપના શાસનથી દિલ્હીની જનતા હવે દુખી થઇ ચૂકી છે. આગામી વર્ષે થનારા એમસીડી ચૂંટણીમાં પ્રજા અરવિંદ કેજરીવાલજીની પ્રમાણિકતા અને કામ કરવાની રાજનીતિને લઇને આવશે.

Follow Me:

Related Posts