રાષ્ટ્રીય

દિલ્હી-મુંબઈ સહિત BBCની ૨૦ જગ્યાઓ પર આયકર વિભાગના દરોડા

બીબીસીની ઓફિસો પર આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહી ચાલુ છે અને આવકવેરા વિભાગની ટીમો દિલ્હી તથા મુંબઈ સહિત ૨૦ જગ્યાઓ પર તપાસ કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ટેક્સ ચોરી મામલે આવકવેરા વિભાગની ટીમો સર્વે કરી રહી છે. ટીમે બીબીસી ઓફિસને સીલ કરી દીધી છે. કર્મચારીઓના બહાર નીકળવા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ આવકવેરા વિભાગની ટીમો કર્મચારીઓને સિસ્ટમ અને મોબાઈલના ઉપયોગ ઉપર પણ રોક લગાવી છે. શું તમે જાણો છો?.. દિલ્હી ઓફિસે પહોંચી ૬૦-૭૦ લોકોની ટીમ?..

જેમાં તમને જણાવીએ કે મળતી માહિતી મુજબ મ્મ્ઝ્ર ની દિલ્હી ઓફિસ પર આવકવેરા વિભાગની ૬૦થી ૭૦ લોકોની ટીમ સર્વે માટે પહોંચી છે અને જૂના ખાતા ફંફાળી રહી છે. આવકવેરા વિભાગની ટીમે કર્મચારીઓના ફોન બંધ કરાવી દીધા છે અને આ સાથે જ કોઈને પણ પરિસરમાં આવવા જવાથી અટકાવી દીધા છે. આઈટી વિભાગની ઈન્ટરનેશનલ ટેક્સેશન વિંગે બીબીસી પર સર્વે કરી રહી છે. આંતરરાષ્ટ્રીય કરાધાન અને મૂલ્ય નિર્ધારણ અનિયમિતતાઓ માટે દિલ્હી અને મુંબઈ સહિત ૨૦ ઓફિસોમાં સર્વેક્ષણ થઈ રહ્યો છે. શું તમે જાણો છો?.. કોંગ્રેસે કરી ટ્‌વીટ?.. જાણો શું કહેવામાં આવ્યું ટિ્‌વટમાં?.. કોંગ્રેસના હેન્ડલ પરથી એક ્‌ુીીંમાં કહેવામાં આવ્યું છે કે, પહેલાં બીબીસી ડોક્યુમેન્ટ્રી આવી, તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો.

હવે બીબીસીમાં આઇટીના દરોડા, એ અઘોષિત કટોકટી છે. બીજી ટ્‌વીટ કોંગ્રેસ નેતા જયરામ રમેશે બીબીસી પર આવકવેરાની કાર્યવાહી પર કહ્યું કે અહીં અમે અદાણીના કેસમાં જેપીસીની માંગ કરી રહ્યા છીએ અને ત્યાં સરકાર બીબીસી પાછળ પડી ગઈ છે. બીબીસીની ડોક્યુમેન્ટરીનો શું છે મામલો? તે જાણો.. તાજેતરમાં જ બીબીસીની એક ડોક્યુમેન્ટરી આવી હતી. આ ડોક્યુમેન્ટરી ૨૦૦૨ના ગુજરાત રમખાણો પર હતી. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટ્રીને પ્રોપેગેંડા ગણાવીને સ્ક્રીનીંગ પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, વિપક્ષ આવકવેરા વિભાગના દરોડાને બીબીસીની ડોક્યુમેન્ટ્રી સાથે જાેડીને કેન્દ્ર પર નિશાન સાધી રહ્યું છે.

Follow Me:

Related Posts