રાષ્ટ્રીય

દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ૯ કલાકની પૂછપરછ બાદ ઝ્રમ્ૈં ઓફિસમાંથી બહાર આવ્યા

શરાબ કૌભાંડ મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈએ આશરે ૯ કલાક પૂછપરછ કરી છે. પૂછપરછ દરમિયાન કેજરીવાલની ધરપકડને લઈને અટકળોનું બજાર ગરમ હતું. તો બીજીતરફ આગળની રણનીતિ માટે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે પાર્ટી મુખ્યાલય પર સંગઠનના પદાધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક પણ કરી હતી. તો દિલ્હીમાં ધરણા-પ્રદર્શન કરી રહેલા આપના ઘણા નેતાને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. કસ્ટડીમાં લેવાયેલા નેતાઓમાં સંજય સિંહ, રાઘવ ચડ્‌ઢા, સૌરભ ભારદ્વાજ, આતિશી, કૈલાશ ગેહલોત, આદિલ અહમદ ખાન, પંકજ ગુપ્તા અને પંજાબ સરકારના કેટલાક મંત્રી સામેલ હતા, તેને દિલ્હીના નફઝગઢ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.

સીબીઆઈની પૂછપરછ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ પ્રતિક્રિયા આપી હતી. કેજરીવાલે કહ્યુ કે, ૯.૫ કલાક સુધી સીબીઆઈની પૂછપરછ થઈ. મેં દરેક સવાલોના જવાબ આપ્યા. આ કથિત દારૂ કૌભાંડ ખોટું અને બોગસ રાજનીતિ છે. આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. તે આપને ખતમ કરવા ઈચ્છે છે, પરંતુ દેશની જનતા અમારી સાથે છે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈએ એક્સાઈઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની રવિવારે લગભગ સાડા નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેજરીવાલ તેમની સત્તાવાર બ્લેક એસયુવીમાં સવારે ૧૧ વાગ્યે ભારે સુરક્ષા સાથે સીબીઆઈ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. લગભગ નવ કલાકની પૂછપરછ બાદ કેજરીવાલ જ્યારે રાત્રે ૮.૩૦ વાગ્યે બિલ્ડિંગમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે બહાર રાહ જાેઈ રહેલા મીડિયાકર્મીઓને હાથ લહેરાવ્યા. અધિકારીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ દિવસ દરમિયાન લંચ બ્રેક લીધો હતો.

Related Posts