વિધાનસભા અધ્યક્ષે કહ્યુ કે દિલ્હી વિધાનસભાના દેશના આઝાદી સાથે જાેડાયેલા ઇતિહાસને જાેતા તેમનો ઇરાદો આગામી સ્વતંત્રતા દિવસ સુધી પ્રવાસીઓ માટે ફાંસીનો રૂમ ખોલવાનો છે અને તેની માટે કામ પણ શરૂ થઇ ચુક્યુ છે, તેમણે કહ્યુ, સ્વતંત્રતા સંગ્રામને લઇને આ જગ્યાનો ઇતિહાસ ઘણો સમૃદ્ધ છે. અમારો ઇરાદો તેને પુનનિર્મિત કરવાનો છે, જેનાથી પ્રવાસી અને અહી આવતા લોકો અમારા ઇતિહાસનું પ્રતિબિંબ મેળવી શકે.દિલ્હી વિધાનસભામાં એક સુરંગ જેવી સંરચના સામે આવી છે. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે કહ્યુ કે સુરંગ વિધાનસભાને લાલ કિલ્લા સાથે જાેડે છે, તેમણે જણાવ્યુ કે સ્વતંત્રતા સેનાનીઓને સ્થળાંતર કરતા સમયે અંગ્રેજાે દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, તેમણે કહ્યુ કે, જ્યારે હું ૧૯૯૩માં ધારાસભ્ય બન્યો તો અહી એક સુરંગ વિશે અફવા ઉડી હતી જે લાલ કિલ્લા સુધી જાય છે અને મે તેનો ઇતિહાસ શોધવાન પ્રયાસ કર્યો પરંતુ તેને લઇને કોઇ સ્પષ્ટતા નહતી. તેમણે કહ્યુ, હવે અમને સુરંગ મળી ગઇ છે પરંતુ અમે આગળ તેને ખોદી નથી રહ્યા. મેટ્રો પ્રોજેક્ટ અને સીવર બનાવવાને કારણે સુરંગના તમામ રસ્તા નષ્ટ થઇ ગયા છે. ગોયલે જણાવ્યુ કે ૧૯૧૨માં પાટનગર કોલકાતાથી દિલ્હી સ્થળાંતર કર્યા બાદ કેન્દ્રીય વિધાનસભાના રૂપમાં દિલ્હી વિધાનસભાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેને ૧૯૨૬માં એક કોર્ટમાં બદલી નાખવામાં આવી અને અંગ્રેજાે દ્વારા સ્વતંત્રતા સેનાનીઓન લાવવા-લઇ જવા માટે આ સુરંગનો ઉપયોગ કરવામાં આવ્યો. તેમણે કહ્યુ કે, અમે બધા અહી ફાંસીના રૂમ વિશે જાણતા હતા પરંતુ તેને ક્યારેય ખોલવામાં આવ્યો નહતો. હવે આઝાદીના ૭૫ વર્ષમાં મે તે રૂમનું નીરિક્ષણ કરવાનો નિશ્ચય કર્યો છે. અમે શ્રદ્ધાંજલિ સ્વરૂપે તે રૂમને સ્વતંત્રતા સેનાનીઓના મંદિરના રૂપમાં બદલવા માંગીએ છીએ.
દિલ્હી વિધાનસભાથી લાલ કિલ્લા સુધી સુરંગ મળી

Recent Comments