fbpx
રાષ્ટ્રીય

દિલ્હી સરકારની બજેટમાં જાહેરાત, દરેક મહિલાને દર મહિને ૧૦૦૦ રૂપિયા અપાશેકેજરીવાલ સરકારે રાજધાની દિલ્હી માટે ૭૬ હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું

દિલ્હીની આમ આદમી પાર્ટી (છછઁ) સરકારે સોમવારે રાજધાની માટે ૭૬ હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું. દિલ્હીની કેજરીવાલ સરકારે છેલ્લે ૭૮ હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. આ વખતે અંદાજે રૂ. ૨ હજાર કરોડનો ઘટાડો થયો છે. બજેટની જાહેરાત કરતા મંત્રી આતિષીએ કહ્યું કે, આ વર્ષે શિક્ષણ માટે બજેટમાં ૧૬૩૯૩ કરોડ રૂપિયાની જાેગવાઈ રાખવામાં આવી છે. જે કુલ બજેટના ૨૧ ટકા છે.

આ સાથે જ અરવિંદ કેજરીવાલ સરકારે બજેટમાં મોટી જાહેરાત કરી છે. દિલ્હીની દરેક મહિલાને દર મહિને રૂપિયા ૧૦૦૦ આપવામાં આવશે. ૧૮ વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ રૂપિયા એક હજાર આપવામાં આવશે. આતિશીએ કહ્યું કે જ્યારે અમે ૨૦૧૩માં રાજનીતિમાં પ્રવેશ કર્યો ત્યારે અમે જાેતા હતા કે લોકો વોટ આપવા જતા હતા, પરંતુ તેઓ પૂછતા હતા કે વોટ આપવાથી શું ફરક પડે છે? નેતાઓ આવે છે અને જાય છે, પરંતુ તેની તેમના જીવન પર શું અસર પડે છે ? આપણે દિલ્હીમાં રામ રાજ્યનું સ્વપ્ન સાકાર કરવાનો સંકલ્પ કર્યો છે. કેજરીવાલ સરકારનું દસમું બજેટ રજૂ કરતી વખતે હું નિશ્ચિતપણે કહી શકું છું કે સામાન્ય માણસના જીવનમાં મૂળભૂત પરિવર્તન આવ્યું છે.

તેમણે કહ્યું કે અમે છેલ્લા ૯ વર્ષથી રામ રાજ્યના સપનાને સાકાર કરવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ. રામ રાજ્ય માટે આપણે લાંબુ અંતર કાપવાનું છે. અગાઉ સામાન્ય લોકોને હોસ્પિટલના મોંઘા બિલો સહન કરવા પડતા હતા અને સારવાર માટે તેમના ઘરેણાં ગીરવે રાખવા પડતા હતા. બાળકોને ભણીને નોકરી નહોતી મળતી, આવી સ્થિતિમાં અરવિંદ કેજરીવાલ આશાનું કિરણ બનીને આવ્યા. દિલ્હીના લોકોએ તેમની સત્યતા પર વિશ્વાસ કર્યો અને ભારે બહુમતી આપીને તેમના આશીર્વાદ આપ્યા.

મંત્રી આતિશીએ કહ્યું કે ૨૦૧૪માં જીએસડીપી ૪.૯૫ લાખ કરોડ રૂપિયા હતી, હાલમાં તે ૪ ગણો વધ્યો છે. માથાદીઠ આવકના સંદર્ભમાં, દેશમાં એક કરોડની વસ્તી ધરાવતા રાજ્યોમાં દિલ્હી પ્રથમ ક્રમે છે. અમારી આવક સતત વધી રહી છે. ૨૦૧૪-૧૫માં દિલ્હીનું બજેટ ૩૦૯૫૦ કરોડ રૂપિયા હતું. આજે હું ૨૪-૨૫માં ૭૬ હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરી રહી છું. આતિશીએ બજેટ રજૂ કરતા કહ્યું કે ૨૦૨૧-૨૨માં સ્પેશિયલ એક્સેલન્સની ૩૮ શાળાઓ શરૂ કરવામાં આવી. આર્મ્ડ ફોર્સ પ્રિપેરેટરી સ્કૂલ, દિલ્હી સ્પોર્ટ્‌સ સ્કૂલ અને દિલ્હી મોડલ વર્ચ્યુઅલ સ્કૂલ પણ શરૂ કરવામાં આવી હતી. દિલ્હી સ્કીલ્સ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ યુનિવર્સિટી, દિલ્હી ટીચર્સ યુનિવર્સિટી અને દિલ્હી સ્પોર્ટ્‌સ યુનિવર્સિટી સહિત ત્રણ નવી યુનિવર્સિટીઓ શરૂ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts