રાષ્ટ્રીય

દિલ્હી સીએમને મળી મારી નાખવાની ધમકી!.. જાણો શું છે સમગ્ર મામલો?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક વ્યક્તિએ મારી નાખવાની ધમકી આપી. દિલ્હી પોલીસે જણાવ્યું કે આરોપી મુંડકાનો રહીશ છે. પોલીસના જણાવ્યાં મુજબ આરોપીની માનસિક સ્થિતિ સારી નથી. આરોપીએ મોડી રાતે કોલ કરીને કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની સારવાર ચાલુ છે. પોલીસના જણાવ્યાં મુજબ આરોપીએ સોમવારે રાતે ૧૨.૦૫ વાગે પીસીઆર કોલ કરીને અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી હતી. કોલ બાદ દિલ્હી પોલીસ હરકતમાં આવી અને તેમણે તે વ્યક્તિની ઓળખ કરી. ગણતરીના સમયમાં તેને દબોચી લેવાયો હતો. આરોપીની હાલ દિલ્હીના ગુલાબી બાગમાં સારવાર ચાલુ છે. જેના કારણે પોલીસે તેની ધરપકડ કરી નહીં.

Related Posts