fbpx
રાષ્ટ્રીય

દિલ્હી સૌથી વધુ સીસીટીવી કેમેરાવાળું વિશ્વનું નંબર-૧ શહેર બન્યું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરી પોતાના અધિકારીઓ તથા એન્જિનિયર્સને અભિનંદન પાઠવ્યા. તેમણે ફોર્બ્સની યાદી શૅર કરતા લખ્યું કે, મને જણાવતા ગર્વ થાય છે કે દિલ્હીએ શાંઘાઇ, ન્યૂયોર્ક અને લંડનને દર ચો.મી.માં મહત્તમ સીસીટીવી કેમેરા મામલે પછાડ્યા છે. રાજધાની દિલ્હીએ વિશ્વમાં સૌથી વધુ સીસીટીવી કેમેરાવાળાં શહેરનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ફોર્બ્સના રિપોર્ટ મુજબ, દિલ્હીનાં જાહેર સ્થળો પર દર ચોરસ મીટર વિસ્તારમાં ૧,૮૨૬ જ્યારે લંડનમાં દર ચોરસ મીટર વિસ્તારમાં ૧,૧૩૮ કેમેરા લાગેલા છે. દિલ્હી બાદ લંડન વિશ્વમાં બીજા ક્રમે છે. યાદીમાં ભારતનાં ૩ શહેર છે. દિલ્હી પ્રથમ, ચેન્નઇ ત્રીજા અને મુંબઇ ૧૮મા ક્રમે છે. ચેન્નઇમાં દર ચોરસ મીટર વિસ્તારમાં ૬૦૯ અને મુંબઇમાં ૧૫૭.૪ કેમેરા લાગેલા છે.

Follow Me:

Related Posts