દિવની હોટલમાં બાલ્કનીમાંથી નીચે પટકાતા નિવૃત ફૌજી જવાનનું મોત થયુ હતુ. નશાની હાલતમાં વોશરૂમમાં જવાને બદલે બાલકનીમાં ગયા હતા અને નીચે પટકાતા મોત નીપજ્યુ હતુ.
રાત્રીના ૧૨:૩૦ કલાકે દીવના બુચરવાડા ફાટક પાસે આવેલ શીવમ હોટેલના બીજામાળે બાલકનીમાંથી નિવૃત્ત આર્મી જવાન નીચે પટકાતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તરપ્રદેશ રાજ્યના મુળ રહેવાસી અને હાલ ગુજરાત રાજ્યના અમદાવાદમાં રહેતા નરેશપાલસિંઘ હરપ્રસાદસિંઘ રાઠોડ તેના પરિવાર સાથે અમદાવાદયી દ્વારકા, સોમનાથ થઈ અને રાત્રીના દીવ આવ્યા. તેમની સાથે તેમના પુત્ર સહિત બે પુરૂષ, બે સ્ત્રી અને પાંચ વર્ષની બાળકી હતી. રાત્રીના દિવના બુચરવાડા ફાટક પાસે આવેલ શીવમ હોટેલમાં રોકાણ કર્યું. રાત્રીના ૧૨:૩૦ કલાકે નિવૃત્ત આર્મી જવાન નરેશપાલસિંઘ દારૂના નશામાં રહેલ છે. હતા.
વોશરૂમ માટે જવા ભૂલમાં રૂમની બાલકનીમાં આવ્યા અને અચાનક બીજા માળેથી નીચે પટકાતા માયાના ભાગે ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું. દીવ પોલીસે પાસ અને પૂછપરછ બાદ પોસ્ટમોર્ટમ કરી અને મૃતક નરેશપાલસિંઘની ડેડબોડી તેના પુત્રને સોંપી અને પરિવાર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ રવાના થયા. કેસની તપાસ એસપી અનુજકુમારના માર્ગદર્શનમાં પીએસઆઈ ગાયત્રીબેન અને હેડ કોન્સ્ટેબલ અરવિંદ બારીયા કરી
Recent Comments