ગીર સોમનાથ જિલ્લાને અડીને આવેલ કેન્દ્રશાસિત દીવ આવેલું છે, અહીં રોજ ને રોજ પર્યટકો ની મોટી સંખ્યા આવતી હોય છે અને દીવ એક પર્યટન સ્થળોને કારણે પોતાની કાર લઈને આવવાનું પસંદ કરતા હોય છે જેથી ઘણી જગ્યાએ પર્યટક સ્થળો પર જઈ શકાય અને તેનો આનંદ લઈ શકાય. અહીં ના રોડ ખૂબ સારા હોવા ને કારણે લોકો પોતાની મર્યાદા કરતા વધારે સ્પીડ સાથે ગાડી ચલાવતા હોય છે અને અહીં અકસ્માતો પણ બનતા હોય છે તેની તકેદારી તેની સ્થાનિક પોલીસ પણ રાખતી હોય છે ત્યારે અહીં એક અકસ્માતની ઘટના બની છે
દીવ કેન્દ્રીય વિદ્યાલયની સામે વળાંક પાસે સવારે ૧૧-૩૦ કલાકે બે ફોર વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડી કેએ૫૩એમએફ ૩૬૧૬માં બેસેલ મહિલા અંજીતા બીરેન્દ્રસિંહા ઉ.૩૧ રહે.અમદાવાદને જડબામાં ફેકચર થયું. તો ગાડી જીજે૧૮બીબી ૩૧૦૬ના ચાલક રાજા કેશવદાસ ભાગનાની ઉ.૩૫ રહે.વેરાવળને સામાન્ય ઇજા થઇ. પીએસઆઇ પુનિત મીના ના માર્ગદર્શનમાં એએસઆઇ મોહનભાઇ લકમને અને હેડ કોન્સ્ટેબલ હિતેષભાઇ સોનવણે આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.



















Recent Comments