સૌરાષ્ટ - કચ્છ

દિવમાં હોટલ મેનેજમેન્ટની સાથે બેઠક યોજતા કલેકટર આગામી ૧૧ જુનના રોજ વીવીઆઇપી લેશે મુલાકાત

દિવમાં હોટલ મેનેજમેન્ટની સાથે બેઠક યોજતા કલેકટર આગામી ૧૧ જુનના રોજ વીવીઆઇપી લેશે મુલાકાત    દીવ માં આવતા પર્યટકો હેરાન ન થાય તે માટે પોલીસની કડક સૂચના હેઠળ હોટલોના માલિકો બોલાવ્યા હતા અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસ સ્ટેશને જાણ કરવી તેવું સૂચન આપ્યું હતું અને પર્યટન સ્થળ છે જે પણ હોટલ મા રોકાઈ છે તેના સંપૂર્ણ ડોક્યુમેન્ટ ચેક કરવા  

 દીવમાં વીવીઆઇપીની ૧૧ જૂનની મુલાકાત સંદર્ભમાં એસપી અનુજકુમારે પોલીસ હેડકવાર્ટર માં હોટેલ એસો. સાથે બેઠક યોજી હતી.   દીવ એસપી અનુજકુમારે હોટેલ એસોસીએશન સાથે પોલીસ હેડ કવાર્ટરમાં વીવીઆઇપીની ૧૧મી જુનની દીવની મુલાકાતના સંદર્ભમાં બેઠક યોજી આ બેઠકમાં એસપી અનુજકુમારે હોટેલમાં આવતા ગેસ્ટ પાસે આઇડી કાર્ડ ડે કોઇ શંકાસ્પદ વ્યકિત જણાય તો એસએચઓનો સંપર્ક કરવો. વીવીઆઇપીની મુલાકાત માટે અમુક રોડ થોડીવાર બંધ રહી શકે, પાર્કિંગ માટે અલગ વ્યવસ્થા પણ ઉભી કરાશે જેથી ટુરીસ્ટ પરેશાન ન થાય અને અંતે દરેકનો સહયોગ માંગ્યો, આ પ્રસંગે એસડીપીઓ મનસ્વી જૈન, પીઆઇ પટેલ હોટલ એસો. પ્રમુખ યતિનભાઇ ઉપપ્રમુખ નશરૂભાઇ જીવાણી, રામજીભાઇ પારસમણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts