દિવમા કન્ઝ્યુમર ડીઝલ પંપર ૧૫ રૂપિયાનો વધારો કરતા સમગ્ર માછીમારી ભાઈઓ પરેશાનીમાં મુકાયા
જેથી આજરોજ દીવ જિલ્લા ફિશર એસોસિએશના નેજા હેઠળ એક ટીમ દિવ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું અને આ ડીઝલના ભાવ વધારેલ છે તેને તાત્કાલિક અસરથી ઓછો કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે આ ભાવ વધારો કરતાં માછીમાર ભાઈઓ મુશ્કેલીમાં મુકાયા છે દમણ-દીવ દાદરા નગર હવેલી લક્ષ દીપ ના પ્રશાસન પ્રફુલ પટેલ સાહેબને માછીમારોને આ પરેશાની દૂર કરે તેવી અપેક્ષા સેવી રહ્યા છે
ફિશરમેન એસોસિએશનના પ્રમુખ ભીખાભાઈ સોલંકી તે શું કહે છે તેઓને ગઈકાલે ભાવ વધાર્યો એના કારણે અમને આર્થિક રીતે ફટકો પડયો છે ફિશરમેન ઓ કોરોના કાળથી જ તકલીફમાં છે આ ભાવ વધારો સહન ના થાય તેવી પરિસ્થિતિ છે અને આ ભાવ વધારાને કારણે ૭૦ ટકા બોટો બંધ છે અને જે ૩૦ ટકા બોટો ચાલતી થી તે પણ બંધ થઈ જવાની છે આ ભાવ અમને કોઈ રીતે પરવડે તેમ નથી તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી આ ભાવ વધારા મા અમને રાહત મળે અને આ ભાવ વધારો પાછો ખેંચીલે તેવી લાગણી અને માગણી સાથે આવેદન આપ્યું


















Recent Comments