fbpx
અમરેલી

દિવસ-રાત તનતોડ મહેનત કરનાર અમરેલી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ સાથે અમરેલી કર્તવ્યમ કાર્યાલય ખાતે તાલુકા ટીમને શુભેચ્છા મુલાકાત માટે બોલાવતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા

ગુજરાત રાજ્યની ૨૦૨૨ ની વિધાનસભા ની ચુંટણી માં અમરેલી જીલ્લામાં તમામ સીટો પર કમળ ખીલે તે માટે ભારતીય જનતા પાર્ટી ના
તમામ પાયાના કાર્યકર્તાઓએ દિવસ – રાત તનતોડ મહેનત કરી જેના થકી અમરેલી જીલ્લામાં તમામ સીટો પર કમળ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. તે
બદલ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાએ પોતાની અમરેલી ખાતે કર્તવ્યમ કાર્યાલયે અમરેલી તાલુકા ભાજપ ટીમ તથા પાયાનાં
કાર્યકર્તાઓને બોલાવી શુભેચ્છા મુલાકાત કરી હતી.
તેમજ તાલુકાના ઇકોઝોન, સાંથાલી ડેમ, સ્પોર્ટ કોમ્લેક્સ સહિત તમામ મુદ્દાઓ પર કાર્યકર્તાઓ સાથે ખુલા મને ચર્ચા કરવામાં આવી અને
કાયદાકીય ગુચવણના કારણે વર્ષોથી અણ ઉકેલ પ્રશ્નોની નિરાકરણ લાવવાની કૌશિક વેકરીયા દ્વારા બાંહેધરી આપવામાં આવી તેમજ વિકાસના કામો
બાબતે ગ્રામીણ જનોની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાને રાખી કોઈને પણ અન્યાય ન થાય તેની કાળજી રાખવાનું આશ્વસ્થ કરવામાં આવ્યા. વધુમાં
આગામી દિવસોમા સરકાર દ્વારા અમરેલી વિધાનસભામાં શરૂ થનારા વિકાસ ના કામોના પ્રોજેક્ટ વિશે તાલુકાની ટીમ સાથે વિગતવાર ચર્ચા કરવામાં
આવી.
આ સાથે કેન્દ્ર સરકારના ઇ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા શ્રમયોગીઓ માટે તેમને સુરક્ષિત ભવિષ્ય પ્રદાન કરવા નજીવા દરે વીમા કવચ તેમજ
તેમની નાણાકીય સ્થિરતા સશક્ત બનાવવા માટે ‘અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના’ અંતર્ગત અમરેલી તાલુકામાં વધુમાં વધુ શ્રમયોગીઓ વીમા યોજના
હેઠળ નોંધાવી શકે તે માટે બુથ સ્તરેથી લઈને તાલુકાના મુખ્ય આગેવાનો સહિતે ગામ વાઇસ કેમ્પ કરી કેન્દ્ર સરકારની યોજનાઓને છેવાડાનાં માનવી
સુધી પહોંચાડવા સૂચના આપવામાં આવેલ હતી.
આ તકે સાવરકુંડલા ના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશ કાબરીયા મહામંત્રી શ્રી મેહુલ ધોરાજીયા, અમર
ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર શ્રી પી.પી સોજીત્રા, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ
ત્રાપસીયા, મહામંત્રી કાળુભાઈ વાળા, જીલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ પ્રાગજીભાઈ હીરપરા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિશ્રી દિલીપભાઈ સાવલિયા
સહિત તાલુકા પંચાયતની ટીમ હાજર રહેલ.

Follow Me:

Related Posts