અમરેલી

દિવાળીનાં દિવસોમાં ઘર સજાવટની વસ્તુઓની ખરીદી માટે સાવરકુંડલા શહેરમાં ઘરાકી તો દેખાઈ…ખાસકરીને મહિલાઓમાં આવી ચીજવસ્તુઓ ખરીદવા ભારે ભીડ

આમ તો દિવાળી આવે એટલે લોકો પોતાના ઘર દુકાન કે ઓફિસને સાફસૂફ કરી અને આંબાના પાનનાં તોરણ બાંધી અને ઘરની શોભા વધારતાં હોય છે. હા, દિવાળીનાં દિવસો જેમ જેમ નજીક આવેતાં જાય છે તેમ તેમ ઘરસફાઈ અને ઘરસજાવટ માટે લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. આમ તો કોરોના કાળ  હવે  સમાપ્તિ તરફ ધસી રહ્યો છે ત્યારે લોકો પણ આપણાં સૌથી મોટા પર્વ દિવાળીની ઉજવણી કરવા માટે થનગની રહ્યા હોય તેવું લાગે છે. આમ તો દિવાળીનું પર્વ એટલે ભારતભરમાં ઉમંગ ઉત્સાહ અને આનંદદાયક વાતાવરણ.. આમ તો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે લોકોને કોરોના કાળથી ઘણી રાહત મળી છે. આ સંદર્ભે દિવાળીમાં ઘર, દુકાન કે ઓફિસ સુશોભન માટે આવશ્યક સુશોભનની ચીજવસ્તુઓને ખરીદવાનો ક્રેઝ હજુ પણ અકબંધ છે. સાવરકુંડલા સુશોભનની આવી ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને સમાજનાં વિવિધ વર્ગોના લોકોની ઘરાકી આજે સાવરકુંડલા શહેરનાં હાર્દ સમા વિસ્તાર નદી બઝારમાં આવી ચીજવસ્તુઓને ખરીદવા માટે લોકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો..

Related Posts