દિવાળીના તહેવારને લઈ વડીયા અને બગસરા તાલુકામાં ફટાકડા રાખવા તથા વેચાણ માટેના કામચલાઉ શેડ માટે લાયસન્સ ફરજિયાત
ગત વર્ષની જેમ જ ચાલુ વર્ષે કોવિડ-૧૯ની ગાઈડલાઈનને અનુસરીને આગામી દિવાળીના તહેવાર દરમ્યાન બગસરા તથા વડીયા તાલુકામાં હંગામી દારૂખાનું,ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેમને સુરક્ષિત મકાનમાં રક્ષિત ધંધાર્થી ૫૦ મીટર દૂર સળગી ન ઉઠે તેવા સિમેન્ટના પતરા,ગેલ્વેનાઈઝનાં પતરાંના ત્રણ બાજુથી બંધ હોય તેવા કામચલાઉ શેડ નક્કી કરવામાં આવે તે જગ્યા પર ઉભા કરી તેમાં દારૂખાનું રાખવા અને વેચાણ માટે લાયસન્સ મેળવવું ફરજિયાત છે. લાયસન્સ માટે નિયત નમુનાનાં ફોર્મમાં તમામ વિગતો ભરીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી,બગસરાને ૯૦૦ રૂ.ની લાઈસન્સ ફી ચલણ મારફત ભરીને, કોર્ટ સ્ટેમ્પ ફી ઉપરાંત જરૂરી ડોક્યુમેન્ટ સાથેની અરજી ત્રણ નકલમાં કરવાની રહેશે એવું સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી,બગસરાની એક યાદીમાં જણાવાયું છે.
Recent Comments