ગુજરાત

દિવાળીના તહેવારોના કારણે પાંચ દિવસ માટે સાંજે ૭.૩૦ વાગ્યે પાવાગઢ મંદિર બંધ થશે

દિવાળીના તહેવારને લઈ શક્તિપીઠ પાવાગઢ ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજે કાળી ચૌદસથી લઈને દિવાળી, નવુ વર્ષ અને છેક પાંચમ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી ભાવિક ભક્તોએ નવા સમયની નોંધને રજાઓમાં પાવાગઢ મહાકાળી માતાના દર્શને જવું. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા તહેવારોને અનુલક્ષીને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. આજે ૧૧ નવેમ્બરથી ૧૫ નવેમ્બર સુધી પાવાગઢ મંદિરના દરવાજા વહેલી સવારે ભક્તો માટે ખોલી દેવામાં આવશે.

એટલે કે, પાવાગઢ મંદિર સવારે ૫.૦૦ કલાકે દર્શન માટે ખુલી જશે. આજે કાળી ચૌદશથી ભાઈબીજ એટલે કે પાંચ દિવસ સુધી પાવાગઢ નીજ મંદિરના કપાટ સવારે ૫.૦૦ કલાકે દર્શન માટે ખોલી દેવામાં આવશે. આ પાંચ દિવસે સાંજે ૭.૩૦ કલાકે નિજ મંદિરના દ્વાર દર્શન માટે બંધ થશે. સુપસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે કાળી ચૌદશનો યજ્ઞ યોજાશે. કાળી ચૌદશ અને શનિવાર નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા છે. આજે શનિવાર અને કાળી ચૌદશનો અનોખો સંયોગ છે. ત્યારે હનુમાનજી દાદાને આજે ભવ્ય હીરા જડિત ડાયમંડના વાઘા પહેરાવામાં આવ્યા છે.

ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે જ પૂજા થતી હોવાના કારણે વિશેષ મહત્વ આપવામાં આવે છે. ત્યારે કાળી ચૌદશ નિમિત્તે મહુડી દર્શને જતા દર્શનાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ મહુડી ખાતે રવિવારે કાળી ચૌદશને લઈ હવન યોજાશે. યાત્રાધામ મહુડી મંદીર ટ્રસ્ટ દ્વારા રવિવારે કાળી ચૌદશનું હવન બપોરે ૧૨.૩૦ શરૂ થશે. રવિવારે વહેલી સવારે ૫.૩૦ વાગે પ્રક્ષાલ વિધિ યોજાશે. સવારે ૧૦ વાગ્યા બાદ વરખ પૂજા યોજાશે. યાત્રાધામ શામળાજી મંદિર લાઇટોની રોશનીથી ઝળહળી ઉઠ્‌યું છે. દિવાળીના પાવન પર્વે મંદિરને લાઇટોની રોશની કરાઈ છે. શામળાજી મંદિર પરિસર અને નિજ મંદિર ઉપર રંગબેરંગી લાઈટોની રોશની કરાઈ છે. દર્શને આવતા ભક્તો પણ રોશની જાેવાની સાથે સેલ્ફીની મજા માણી રહ્યાં છે.

Related Posts