દિવાળીના તહેવારો દરમિયાન કોવીડ-૧૯ની પરિસ્થિતિને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી દિવાળી અને નવા વર્ષના તહેવારો દરમિયાન કોવીડ-૧૯ની પરિસ્થિતિને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે નૂતના વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) કરી શકાશે. સિનેમા હોલ ૧૦૦% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યકિતઓની મર્યાદામાં છઠ્ઠ પૂજાના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી શકાશે. સ્પા સેન્ટરો નિયત કોરોના ગાઇડલાઇનના ચુસ્તપણે પાલન સાથે સવારના ૦૯:૦૦ થી રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્યકિતઓના RTPCR ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી હોસ્પિટલની Discharge Summaryની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. પ્રથમ ડોઝ લીધાને નિયત સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તો બીજો ડોઝ પણ લીધેલ હોય તે હિતાવહ રહેશે. આ જાહેરનામું ૨૯/૧૦/૨૦૨૧ થી ૩૦/૧૧/૨૦૨૧ સુધી અમલી રહેશે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
Recent Comments