દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા અંગે સલામતી રાખવી, માર્ગદર્શિકાનું પાલન કરવા અનુરોધ

આગામી દિવાળી તહેવાર નિમિત્તે ફટાકડા ફોડવા અંગે સલામતીના ભાગરૂપે તકેદારી રાખવી આવશ્યક છે. હંમેશા લાયસન્સ ધરાવતી દુકાનેથી જ ફટાકડા ખરીદવા, ફટાકડા બંધ ખોખામાં રાખવા, ફટાકડા સળગી ઊઠે તેવી કે, સળગતી વસ્તુઓથી દૂર રાખવા, ફટાકડા સાથે સૂચવેલ સલામતીની તમામ સૂચનાઓનું પાલન અને ચુસ્તપણે અમલ કરવો, ફટાકડા રમતના મેદાનમાં કે ખેતર જેવી ખુલ્લી જગ્યામાં ફોડવા, ફટાકડા સળગાવતી વખતે થોડું અંતર રાખવું, ઉપયોગ થયેલ ફટાકડાને પાણી ભરેલી ડોલમાં નાંખવા, દાઝી જવાના કિસ્સામાં પાણી ભરેલી ડોલ અથવા ધાબળા જેવી વસ્તુ તૈયાર રાખવી અથવા જાડા અને સુતરાઉ કપડા પહેરવા તેમ છતાં આગ પકડી લે તો જમીન પર આડા પડીને આળોટવું તેમજ આગ ઓલવાય નહિ ત્યાં સુધી ધાબળાને લપેટી રાખવો, ઇજાગ્રસ્તને દાઝી જવાથી બળતરા થતી હોય તો તેના પર સૂકા જંતુમુક્ત કરેલા ચોંટી ન જાય તેવા પાટાનો ઉપયોગ કરવો અથવા બરફનું પાણી રેડવું, અસરગ્રસ્ત વ્યક્તિના શ્વાસોશ્વાસ જો બંધ થઈ ગયેલ હોય અને હવાની અવરજવરમાં કોઈ અવરોધ હોય તો તે માર્ગ ખોલી નાખો અથવા બચાવ શ્વાસ ચાલુ કરવો, બળી ગયેલા ભાગને દબાણ કે ઘર્ષણથી રક્ષણ કરવુ ધાબળા કે ટુવાલનો આ માટે ઊપયોગ કરવો નહિ, યોગ્ય તબીબી સારવાર માટે બને તેટલી ઝડપથી ડોકટરનો સંપર્ક કરવો, જો આંખને દાઝવાથી ઈજા પહોંચી હોય તો આંખના નિષ્ણાત ડોકટરનો સંપર્ક કરવો, જરૂર જણાય તો ફાયર બ્રિગેડનો ફોન નં ૧૦૧ ઉપર અને એમ્બ્યુલન્સ માટે ફોન નં ૧૦૮ ઉપર સંપર્ક કરવો.
દિવાળીના તહેવાર દરમ્યાન કયા ડોકટરો પોતાની ફરજ ઉપર હાજર હશે તેની જાણકારી મેળવીને રાખવી. લોકોની ભીડ, ટોળામાં, સાંકળી ગલી કે મકાન અને પુખ્ત વ્યક્તિ વગર બાળકોએ ફટાકડા ન ફોડવા, ફટાકડ ને ખીસ્સામા ન મૂકવા તેમજ ગમે ત્યાં ફેંકવા નહીં, વધુ અવાજ માટે કાચની શીશી અથવા ડબલું મૂકીને સળગાવવું નહિ, સળગાવ્યા પછી જો ફૂટે નહિ તો એવા ફટાકડાને ચકાસવાનું જોખમ લેવું નહિ તે છોડી નવા ફટાકડો સળગાવવો, પોતાના હાથમાં ફટાકડા ફોડવાની શૂરવીરતા દેખાડવાનું જોખમ ન લેવું , વાહનમાં હોવ ત્યારે ફટાકડાં ના ફોડો, ફટાકડાં ફોડતી વખતે ઢીલા અને લાંબા કપડાં પહેરવા નહીં, આવા કપડાં ઝડપથી આગ પકડી શકે છે, બળી ગયેલા કપડા ઉતારવા નહિ પણ તેની ખાતરી કરવી કે ઇજાગ્રસ્ત બળતી કે ધુંધવાતી વસ્તુંના સંપર્કમા નથી, બળવા કે દાઝવાના કારણે ફોલ્લાને ફોડવો કે તોડવો નહિ. ફટાકડા ફોડતી વખતે ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખવી તેમ નિવાસી અધિક કલેટર શ્રી અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે
Recent Comments