ભાવનગર

દિવાળીના તહેવાર નિમિતે ટ્રાફીક નિયમન અંગેનુ જાહેરનામુ બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી

આગામી તા.૦૮/૧૧/૨૦૨૩ થી તા.૧૨/૧૧/૨૦૨૩ દરમ્યાન દિવાળી/નુતનવર્ષ નાં તહેવારો નિમિતે ભાવનગર શહેરમાં મુખ્ય બજારોમાં તહેવારોને કારણે ખુબ જ ધસારો થવાની સંભાવના હોય, જેના અનુસંધાને ટ્રાફીકનું નિયમન કરવાની જરૂર જણાતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા ભાવનગર શહેરનાં ઘોઘાગેટ ઝુલેલાલ મંદિરથી એમ.જી. રોડ ખારગેટ સુધી બંન્ને તરફ, શેલારશા ચોકથી હેરીશ રોડનાં નાકા સુધી બન્ને તરફ, બાર્ટન લાઈબ્રેરીથી વોરાબજાર થી એમ.જી.રોડ સુધી બન્ને તરફ, ગોળબજારથી એમ.જી.રોડ સુધી બન્ને તરફ, ગંગાજળીયા તળાવ થી હેવમોર ચોકથી ઘોઘાગેટ ચોક સુધી બન્ને તરફ, હલુરીયા ચોકથી હાઇકોર્ટ રોડથી ઘોઘાગેટ સુધી બન્ને તરફ, હલુરીયા ચોકથી હાઇકોર્ટ રોડ થી ઘોઘાગેટ સુધી બન્ને તરફ, હલુરીયા ચોકથી ટી.બી.જૈન ગર્લ્સ હાઈસ્કુલ એમ.જી.રોડ સુધી બન્ને તરફ, ડબગર વાળી શેરીથી હાઇકોર્ટ રોડ બન્ને તરફ, હજુરપાયગા રોડથી હાઇકોર્ટ રોડ બન્ને તરફ, જમાદાર શેરી થી એમ.જી.રોડ સુધી બન્ને તરફનાં રૂટ પર કોઇપણ જાતનાં ભારે તથા હળવા વાહનો ચલાવવા પર પ્રતિબંધ રહેશે તેમજ આ તમામ રસ્તાઓને તા.૦૮/૧૧/૨૦૨૩ થી તા.૧૨/૧૧/૨૦૨૩ નાં કલાક ૧૪-૦૦ થી ૨૪-૦૦ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરતુ જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. આ જહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) મુજબ સજાને પાત્ર થશે. આ જાહેરનામું ફાયરબ્રિગેડનાં વાહનો, મહેસુલ, પોલીસ ખાતાનાં (ફરજ ઉપરનાં વાહનો), એમ્બ્યુલન્સ, ગુજરાત ઇલેક્ટ્રીસીટી બોર્ડનાં ફરજ ઉપરનાં વાહનો, પોસ્ટલ વાહનો, કોર્પોરેશનનાં ઇમરજન્સી વાહનો, સરકારી વાહનો, પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મિડીયાનાં વાહનો તથા ડેરીનાં વાહનોને લાગુ પડશે નહી. આ જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલનાં પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી નિચેના ન હોય તેવા

Related Posts