બોલિવૂડ

દિવાળીમાં મીઠાઈના વધતા ભાવ મુદ્દે રિતેશ દેશમુખ ટિપ્પણી કરતા ટ્રોલ થયો

હાલમાં જ તેણે તહેવારોના સમયની મીઠાઈની વધતી કિંમત અને તેનાથી વધેલ વજનને ઓછું કરવા માટે ખર્ચ કરનાર રકમની સરખામણી કરી હતી. રિતેશનું ટિ્‌વટ સામે આવતા લોકોએ તેના પર હિંદુ તહેવાર વિશે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. એક્ટરે પણ આ વાત સામે આંખઆડા કાન કરવાની જગ્યાએ ટ્રોલરે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો છે. રિતેશે ટિ્‌વટ કરીને લખ્યું કે, લાડવા ૪૦૦ રૂપિયે કિલો, જલેબીના ૬૦૦ રૂપિયે કિલો, કાજુ બરફી ૮૦૦ રૂપિયે કિલો, ચોકલેટ ૧,૦૦૦ રૂપિયે કિલો અને વજન ઓછું કરવાના ૧૫,૦૦૦ રૂપિયા કિલો.

આ પોસ્ટની સાથે એક્ટરે લખ્યું, મેં વિચાર્યું કે, તમને ચેતવણી આપી દઉં. તહેવારની વચ્ચે મીઠાઈના વધતા ભાવો પર કમેન્ટ કરવા રિતેશને કેટલાક યૂઝર્સનો ગુસ્સો સહન કરવો પડયો. એક યૂઝરે લખ્યું, રિતેશ દેશમુખ, તમારા લોકોનું જ્ઞાન માત્ર સનાતન પર્વો પર જ હોય છે. ઇદ કે મેરી ક્રિસમસ કે ન્યૂ યરમાં મોંમાં દહીં જમાવી લો છો. તેના જવાબમાં રિતેશે લખ્યું કે, સોરી સર હું વિગન છું હું દહીં નથી ખાતો.

Related Posts