દિવાળી ટાણે અમદાવાદ શહેરમાં ચાર વિસ્તારોમાં ભારે પ્રદુષણબે વિસ્તારોનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ ૩૦૦ને પાર

અત્યારે દેશભરમાં પ્રદુષણનું પ્રમાણ સતત વધારો જાેવા મળી રહ્યો છે. દિલ્હી એનસીઆર ઉપરાંત હવે દેશના અન્ય વિસ્તારોમાં પણ પ્રદુષણ વધ્યુ છે. ગુજરાતમાં હાલ દિવાળીનો માહોલ છે ત્યારે અમદાવાદ શહેરમાં પ્રદુષણમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરના ચાર વિસ્તારોમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સમાં વધારો થયો છે, અને સૌથી વધુ પ્રદુષિત વિસ્તારો બન્યા છે. મળતી માહિતી પ્રમાણે, અત્યારે દિવાળી ટાણે અમદાવાદ શહેરમાં ચાર વિસ્તારોમાં ભારે પ્રદુષણ થઇ રહ્યું છે. અમદાવાદમાં ચાર વિસ્તારો એવા છે જેમાં બે વિસ્તારોનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ ૩૦૦ને પાર થઇ ગયો છે, તો વળી અન્યે બીજા બે વિસ્તારોનો ઇન્ડેક્સ ૨૦૦ ને પાર પહોંચ્યો છે. તાજા આંકડા પ્રમાણે, શહેરમાં શહેરના રખિયાલ વિસ્તારમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ ૩૦૫એ પહોંચ્યો છે, લેખવાડામા એર ક્વૉલિટી ઇન્ડેક્સ ૩૦૭એ પહોંચ્યો છે. પિરાણા ડમ્પિંગ સાઈટ વિસ્તારનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ ૨૦૩ એ પહોંચ્યા છે, અને નવરંગપુરામાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ ૨૪૪ પૉઇન્ટ પહોંચ્યા છે. આમ શહેરના આ ચાર વિસ્તારોમાં હવા સૌથી વધુ પ્રદુષિત બની છે.
Recent Comments