દિવાળી સમયે જ કમર્શિયલ સિલિન્ડરમાં ૨૬૪નો વધારો

દિવાળી અને નવા વર્ષ પહેલાં મોંઘવારી વધી જતાં લોકો પરેશાન થઈ ગયા હતા. એલપીજી ગેસ સિલિન્ડરમાં ૨૬૪ રૂપિયાનો માતબર વધારો કરાયો હતો. ૧૯.૨ કિલોની કમર્શિયલ ગેસની બોટલ ઉપર ૨૬૪ રૃપિયાનો વધારો થયો હતો. પાટનગર દિલ્હીમાં ૧૯.૨ કિલો કમર્શિયલ ગેસની બોટલનો નવો ભાવ ૨૦૦૦ રૃપિયાએ પહોંચ્યો હતો. અગાઉ આ બોટલનો ભાવ ૧૭૩૬ રૂપિયા હતો. જાેકે, ૧૪.૨ કિલોની બોટલમાં ભાવ વધારો થયો ન હતો. કોલકાત્તામાં આ બોટલની કિંમત ૨૦૭૩, મુંબઈમાં ૧૯૫૦ અને લખનઉમાં ૨૦૯૩ હતી. કમર્શિયલ ગેસની કિંમતમાં તોતિંગ વધારો થતાં દિવાળી પહેલાં રેસ્ટોરન્સનું ભોજન મોંઘુ થયું હતું. વળી, તેના કારણે મીઠાઈના ભાવમાં પણ ૧૫થી ૨૦ ટકા સુધીનો વધારો ઝીંકાયો હતો. આ દિવાળીએ મીઠાઈ સરેરાશ ૨૦ ટકા મોંઘી થઈ ગઈ છે.દિવાળી પહેલાં દેશભરમાં મોંઘવારીએ હાહાકાર મચાવ્યો છે. ૧૯.૨ કિલોના કમર્શિયલ ગેસમાં ૨૬૪ રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. તે સિવાય ટમેટા, બટેટા અને ડુંગળી જેવી જીવનજરૃરિયાતની ચીજવસ્તુઓમાં પણ સતત વધારો થતો જાય છે. તેના કારણે લોકોનું તહેવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. ઓક્ટોબર મહિનામાં જ ડુંગળીના ભાવ બમણાં થઈ ચૂક્યા છે. ઓક્ટોબરમાં ભાવ સરેરાશ ૨૮થી ૩૦ હતા, એના બદલે નવેમ્બર આવતા આવતા ૪૫થી ૪૦ અને કેટલાક શહેરોમાં તો ૫૫ સુધી પહોંચી ગયા છે. ટમેટા ૨૦ દિવસ પહેલાં ૩૧ રૃપિયે કિલો મળતા હતા. દિવાળીના તહેવારો ઉપર કિલોનો ભાવ મોટાભાગના શહેરોમાં ૪૯ થઈ ગયો છે. રસોઈમાં ટમેટા-ડુંગળી અને બટેટા અનિવાર્ય છે. એમાંય તહેવારોમાં તેના વગર ચાલતું નથી. એમાં એક સાથે ૧૫થી ૨૦ રૂપિયા વધી જતાં તહેવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. વળી, કઠોળમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મગ-ચણાની દાળ, ચણા, અડદની દાળ, તુવેરની દાળમાં એક મહિનામાં વધારો થયો છે. એ જ રીતે રસોઈના અનિવાર્ય અંગ જેવા ડુંગળી, બટેટા અને ટમેટા મોંઘા થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. બટેટા ભારતના નાના-મોટા લગભગ શહેરોમાં ૫૦ રૃપિયે કિલો મળે છે. ૧૫-૨૦ દિવસ પહેલાં જે બટેટા ૩૦થી ૩૫ રૃપિયે કિલો મળતા હતા તે દિવાળી નજીક આવતા ૪૦થી ૫૦ સુધી પહોંચી ચૂક્યા છે. તો વળી ડુંગળી એનાથી ય મોંઘી થઈ ગઈ છે.
Recent Comments