fbpx
અમરેલી

દિવ્યાંગતા એ લાચારી કે મજબૂરી નથી સાબિત કરતા સાવરકુંડલાના દિવ્યાંગ સંજય ચોટલીયા.

કેટલાક લોકો એવા હોય છે જેની લોકોને સેવા કરવાની તમન્ના હોય છે. લોકોની એક યા બીજી રીતે સેવા કરવા, મદદ કરવા હંમેશા તત્પર હોય છે પછી દિવ્યાંગતા હોય તો પણ તેની ભાવના ઓછી થતી નથી.આવી જ કંઈક વાત છે. સાવરકુંડલાના સંજયભાઈ ચોટલીયા ની. તેમને ઇલેક્ટ્રિક શોર્ટ લગતા એક જ હાથ ગુમાવવો પડ્યો હતો પણ તેનું દ્રઢ મનોબળ આત્મવિશ્વાસ થી આજે કોઈ એવી સેવા નથી જે આ દિવ્યાંગ સંજય ચોટલીયા કરતા ના હોય… પછી વાત હોઈ પર્યાવરણ વન્યજીવ સંરક્ષણ સરકારની કોઈ પણ યોજના હોઈ જેવી કે વિધવા સહાય વૃદ્ધા સહાય, આયુષ્માન યોજના, કુંવરબાઈનું મામેરું યોજના હોઈ જરૂરિયાતમંદ લોકોને કોઈ પણ પ્રકારના પૈસા લીધા વગર કરાવી આપે છે. સરકાર ના સેવા સેતુ કાર્યક્રમમાં પણ કોઈ કહે કે ના કહે પણ ફ્રી મા ફોર્મ ભરવા પહોંચી જાય છે ,એક જ હાથ હોવા છતાં જીવના જોખમે સાપ બચાવવાની સેવા કરે છે.

સાપ ને જોતા ભલભલા ડરી જતા હોય છે જ્યારે સંજય સાપને આસાનીથી પકડી શકે છે અને જો કોઈના ઘરે સાપ નીકળે તો સાપને બચાવવા, પહોંચી જાય છે.અને લોકો તેમની આ સેવાને ખુબજ બિરદાવે છે. જયારે કોઈ તમને કહે કે તમને સાપ પકડવાના કેટલા પૈસા લેવાના તો સંજય કહે છે કે મારે પૈસા નથી જોતા પણ પાઠય પુસ્તકો, યુનિફોર્મ, ચોપડા કંપાસ પેન્સિલ બોલપેન સ્કુલબેગ આપવાનું કહે છે એનું કારણ એ છે કે સંજય ચોટલીયા અનાથ બાળકો હોય કે કોઈ જરૂરિયાતમંદ બાળકો હોઈ તેમના ભણતર માટે આપે છે અને ઘણા લોકો પૈસા પણ આપતા હોઈ છે પણ આ રકમ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ની શાળાની ફી ભરી દેવામાં વાપરે છે અને પછાત વિસ્તારમાં રહેતા લોકો જે ખેત મજૂરી કરતા હોય કે અન્ય કોઈ મજૂરી કરતા હોય તેના બાળકો સ્કૂલે જતા નથી આવા બાળકોના માતા પિતા ને સમજાવી અને ભણવાનો થતો તમામ ખર્ચની જવાબદારી સાથે સ્કૂલમાં એડમિશન અપાવે છે. જેથી આવા બાળકો શિક્ષિત થાય અને ભણી ગણીને આગળ વધી શકે. તો જે લોકો સહી સલામત છે જિંદગીથી હારી જતા હોય છે તેમણે આ દિવ્યાંગ સંજય પાસેથી પ્રેરણા અને શીખ લેવી જોઈએ

Follow Me:

Related Posts