દિવ્યાંગતા ધરાવતા અંધ, બહેરા-મુંગા, અપંગ તેમજ રક્તપિત્ત તથા મંદબુધ્ધિવાળા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરી આપવાની વિશિષ્ટ કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફીસર માટે રાષ્ટ્રીય કક્ષા તેમજ રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા – ૨૦૨૧ માં ભાગ લેવા હેતુસર અરજીપત્રકનો નમુનો રોજગાર ખાતાની વેબસાઇટ www.employment.gujarat.gov.in ઉપરથી અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન સી-બ્લોક પહેલો માળ પરથી વિનામુલ્યે તા.૨૧/૦૧/૨૦૨૨ સુધીમાં મેળવી શકાશે. અરજીપત્રકો ભરીને સાધનિક દસ્તાવેજોના બિડાણો સહિત બે નકલમાં તા.૨૧/૦૧/૨૦૨૨ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ મારફત જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીને મોકલી આપવાના રહેશે. આ અંગે વધુ માહિતી માટે કોલ સેન્ટર નંબર ૬૩ ૫૭ ૩૯૦ ૩૯૦ પર અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીનો સંપર્ક કરવો
Recent Comments