fbpx
અમરેલી

દિવ્યાંગ તથા વરિષ્ઠ મતદાતાઓને સરળતાથી મતદાન થઈ શકે તે માટે મતદાન મથક પર અનેક સવલતો ઉપલબ્ધ

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અન્વયે દિવ્યાંગ તથા વરિષ્ઠ મતદાતાઓને મતદાન કરવામાં સરળતા થઈ શકે તે માટે અનેક સવલતો મતદાન મથક પર ઉપલબ્ધ કરવામાં આવશે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે રેમ્પ અને વ્હીલચેર, ઈ વી એમ પર બ્રેઈલ, દિવ્યાંગ વ્યક્તિઓ માટે પરિવહન સવલત, સાંકેતિક ભાષા, ખાસ સ્વયં સેવકો, સાઈનેજ, મતદાર સહાય બૂથ સહિતની સુધાઓ આપવામાં આવશે. દિવ્યાંગ વ્યક્તિઓ અને વરિષ્ઠ નાગરિકોને  મતદાન માટે પ્રવેશ પ્રાધાન્ય આપવામાં આવશે. વધુ માહિતી nvsp.in પર લોગ ઓન કરવાથી અથવા હેલ્પલાઇન નં.૧૯૫૦ પર વિગતો મેળવી શકાશે.

Follow Me:

Related Posts