દિવ્યાંગ મતદારો વીડિયો કોલ કરી સાઈન લેંગ્વેજ દ્વારા મતદાન અંગે માહિતી મેળવી શકશે
વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા.૦૧ ડિસેમ્બરના રોજ યોજાશે.અમરેલી જિલ્લામાં મૂક બધિરની દિવ્યાંગતા ધરાવતા મતદારોને મતદાનના દિવસે સહાયરુપ થવા માટે જિલ્લા કક્ષાએ સાઈન લેંગ્વેજના જાણકારી વ્યક્તિઓની સેવા ઉપલબધ થાય તે માટે સાઈન લેંગ્વેજના જાણકાર કર્મચારીની નોડલ અધિકારીશ્રી PWD દ્વારા નિમણુક કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારો મતદાનના દિવસે વીડિયો કોલ કરીને આ સાઈન લેંગ્વેજના જાણકાર કર્મચારીશ્રીઓ પાસેથી મતદાનને લગતું માર્ગદર્શન મેળવી શકશે .
મતદાનના દિવસે દિવ્યાંગ મતદારો પોતાની સમસ્યા અને પ્રશ્નો પણ જણાવી તેનું સમાધાન મેળવી શકશે. દિવ્યાંગ મતદારો મતદાન અંગેના માર્ગદર્શન માટે બહેરા- મૂંગા શાળા, અમરેલીના કર્મચારીશ્રી ગૌતમભાઈ સૌલંકી, ૯૭૨૨૭૧૧૮૦, શ્રી સુરેશભાઈ પરમાર, ૯૦૧૬૪૩૪૫૬૦ શ્રી વિશાલભાઈ જોષીનો ૭૬૦૦૦૭૬૦૧૧ મોબાઈલ પર વીડિયો કોલ દ્વારા સંપર્ક કરી શકે છે, તેમ PWD નોડલ ઓફિસર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments