fbpx
અમરેલી

દિવ્યાંગ લોકોના ન્યાય માટે  સાવરકુંડલાના  ધારાસભ્યશ્ મહેશભાઈ કસવાળાને વિધાનસભા મા મુદ્દા મુકવા લેખિત રજુઆત કરતા  સંજય ચોટલીયા 

સાવરકુંડલાના દિવ્યાંગ સંજય ચોટલીયાએ દિવ્યાંગ લોકોને થતો અન્યાય બાબતે વિધાનસભા મા મુદ્દા મુકવા લેખિત રજુવાત કરતા જણાવે છે કે આજે ગુજરાત સરકારશ્રીની યોજના જેવીકે વિધવા સહાય યોજના – વૃદ્ધા સહાય યોજના જેમાં  વિધવા સહાય યોજના હેઠળ સરકાર બે ત્રણ દીકરા પુખ્તવયના હોવા છતાં મહિને બારસો રૂપિયાની સહાય કરે છે પણ આજે ગુજરાતના  દિવ્યાંગ લોકો સાથે અન્યાય થઇ રહ્યો છે જેમા દિવ્યાંગજન લોકોને ફ્રી એસ.ટી બસ પાસ છે તેની ટકાવારી ઘટાડીને ૩૦% કરી દેવામાં આવે તો તમામ દિવ્યાંગજન લોકોને લાભ મળી શકે,તેમજ ગુજરાત સરકારશ્રી ની યોજના હેઠળ દિવ્યાંગજન લોકોને મહિને ૧૦૦૦ /- રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં  Intellectual disabilities / Cerebral palsy / Autism આ ત્રણ કેટેગીરીમાં આવતા દિવ્યાંગજન લોકો માટે ગરીબી રેખા હેઠળ આવતું (  BPL )ની જરૂરિયાત રહેતી નથી

સહાય મેળવવા માટે પણ આ સિવાય ના અન્ય કેટેગીરીમા આવતા દિવ્યાંગજન પાસે ફરજીયાત ગરીબી રેખા હેઠળ આવતું (  BPL ) કાર્ડ ફરજીયાત રાખેલ છે જેથી એ દિવ્યાંગજન લોકો સહાયથી વંચિત રહે છે માટે આ યોજના માંથી ગરીબી રેખા હેઠળ આવતું (  BPL ) કાર્ડ કાઢી નાખવામાં આવે તો તમામ દિવ્યાંગજન ને લાભ મળી શકે તેમજ  દિવ્યાંગજન લોકોને મહિને ૧૦૦૦ /- રૂપિયાની સહાય આપવામાં આવે છે તે ફક્ત ૮૦ % ઉપર દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજન લોકોને જ મળે છે માટે ૩૦% થી ૧૦૦ સુધીના દિવ્યાંગજનોને આ સહાય મળવાપાત્ર થાય તેમજ સરકારશ્રી ની ઘણાવર્ષો પેહલા ટેલીફોન બુથ માટેની યોજના હેઠળ પીળા રંગનું કેબીન આપવામાં આવતું અને કેબીન મુંકવા નગરપાલિકાની હદમાં આવતી એવી જગ્યા જે કોઈને નડતરરૂપ થતી ના હોઈ એવી જગ્યા પણ આપવામાં આવતી હાલ એ યોજના અમલ મા છે પણ મોબાઈલ આવતાની સાથે ટેલીફોન બુથ નીકળી જવાથી હાલ આ યોજના હેઠળ ઝેરોક્ષ્ –સ્ટેશનરી –કિરાણાનો વેપાર આ સિવાયના  અન્ય રોજગારી માટે ધંધો કરી શકે તો આ અંગે નગરપાલિકામા આ અંગે ઠરાવ પસાર કરી મંજૂરી સાથે દિવ્યાંગજન લોકોને રોજગારી મળી રહે તેવી રજુઆત કરેલ એમ  યોગેશ ઉનડકટની એક અખબારી યાદીમાં જણાવાયું હતું. .

Follow Me:

Related Posts