બોલિવૂડ

દિવ્યા ખોસલા કુમારે પર્લ વી પુરીના સમર્થન કરી મોટી ભૂલ, પીડિત પરિવારની ઓળખ સો.મીડિયા પર કરી જાહેર

ટીવી એક્ટર પર્લ વી પુરી પર સગીર સાથે દુષ્કર્મ અને છેડતીનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. અભિનેતા સામે પોકસો એક્ટ દાખલ થયા બાદ, તેના સમર્થનમાં ફિલ્મી હસ્તીઓ મેદાનમાં આવી છે. પર્લ વી પુરીના સમર્થનમાં એકતા કપૂર, ક્રિસ્ટર ડિસોઝા, નિયા શર્મા, કરિશ્મા તન્ના, અનિતા હસનંદાની દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી. હવે બળતામાં ઘી હોમવા અભિનેત્રી દિવ્યા ખોસલા કુમાર પણ કુદી પડી છે.

દિવ્યા ખોસલા કુમારે પર્લ વી પુરીને સમર્થન આપી પીડિતાના માતા-પિતા પર ગંભીર આક્ષેપો કર્યા છે. એટલું જ નહીં, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પણ પીડિત પરિવારની ઓળખ જાહેર કરી હતી. દિવ્યા ખોસલા કુમારે પોસ્ટ શેર કરી એટલું જ નહીં પીડિતાના માતા-પિતાનો ફોટો અને નામ જાહેર કરી દીધા હતા.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કોઈ પણ વ્યક્તિ દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરી શકશે નહીં અથવા કોઈ પણ પ્લેટફોર્મ પરથી આવી કોઈ માહિતી આપી શકશે નહીં. જેથી પીડિતાની ઓળખ થઈ શકે. સોશિયલ મીડિયા પર દિવ્યા ખોસલા કુમાર વિરૂદ્ધ આક્રોશ ઉઠ્યો છે.

અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્ય દિવ્ય ખોસલા કુમારની પોસ્ટ પછી ભડકી છે અને ટિ્‌વટ કરીને લખ્યું, ‘માતાપિતા એ જાે તને માનવતા શીખવાડી હોત તો સાત વર્ષની બાળકીની માતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગધેડાની જેમ ટિપ્પણી કરતા પહેલાં ૧૦૦ વખત વિચાર્યું હોત. અને કોણ પીડિતાની ઓળખ છતી કરી તેને જેલના હવાલે કરી દો. ભગવાન ન કરે આવુ કોઇની સાથે થાય. કેવા ગંદા લોકો રહે છે જેમને જરા પણ માનવતાની પડી જ નથી. આ ખુબ ખરાબ વાત છે.

Related Posts