fbpx
રાષ્ટ્રીય

દિવ પોલિસ દ્વારા માનસિક રીતે અસ્થિર વ્યક્તિને શોધી કાઢીને તેના પરિવારના સભ્યો સાથે મિલન કરાવ્યું

દિવ પોલિસ દ્વારા માનસિક રીતે અસ્થિર વ્યક્તિને શોધી કાઢીને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું

  વર્ષ ૨૦૧૭ થી ૬૦ વર્ષીય લાપતા વ્યક્તિને પોતાના પરિવાર સાથે મિલન કરાવતી દિવ પોલીસ    દીવ રોજ ઘોઘલા આઉટપોસ્ટ ને જાણ કરવામાં આવી હતી કે, ઘોઘલા વિસ્તારમાં એક અજાણ્યો વ્યક્તિ થોડા દિવસોથી નાસતો ફરે છે. બાતમી મળતા ઉપરોકત શખ્સને દિવ પોલિસ મથકે લવાયો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વ્યક્તિ માનસિક રીતે અસ્થિર છે. તે યોગ્ય રીતે વાતચીત કરી શકતો ન હતો કે તેની ઓળખ જાહેર કરી શકતો ન હતો. જો કે, ટૂંકી સલાહ બાદ તેણે પોતાનું નામ પપ્પુ જણાવ્યું હતું અને તે પંજાબના માધોપુર ગામનો છે. વધુમાં, દિવ પોલિસ   સ્ટેશનના એસ.એચ.ઓ. પુનીત મીણાએ પંજાબ પોલિસ નો સંપર્ક કર્યો અને માધોપુર ગામના સરપંચનો સંપર્ક નંબર મેળવ્યો. ઉપરોક્ત વ્યક્તિ અંગે સ૨પંચને જાણ કરવામાં આવી હતી અને તેના ફોટા સરપંચને મોકલવામાં આવ્યા હતા. માધોપુર ગામના સરપંચે તેને ઓળખી કાઢ્યો અને તેણે સોનુ (પપ્પુ ના પુત્ર) ને જાણ કરી. પપ્પુ નાં પુત્ર સોનુએ દિવ પોલિસ સ્ટેશનના એસ.એચ.ઓ. પુનીત મીણા ને ફોન ૫૨ જણાવ્યું કે, તેણે વર્ષ ૨૦૧૭ થી તેના પિતાને ગુમાવ્યા હતા, જ્યારે તે ઘરેથી નીકળી ગયા હતા અને પાછા ફર્યા જ નાં હતાં. દિવ માં મળી   આવેલ ૨૦૧૭થી લાપતા વ્યક્તિ પપ્પુ માધી૨ામ, ઉ.વ. 50 વર્ષને દિવ હોસ્પિટલ ખાતે તબીબી સારવાર માટે લઈ જવામાં આવેલ અને યોગ્ય ચકાસણી બાદ દિવ પોલિસે તે વ્યક્તિ ને ૧૬–૦૨–૨૦૨૨ના રોજ મુકેશ નામના તેના સાળાને સોંપ્યો હતો. તે પપ્પુ ને પોતાની સાથે દિવથી માધોપુર લેવા આવ્યા હતા. આ પ્રસંગે મુકેશે દિવ પોલિસ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારની સારી કામગી૨ીમાં સામેલ પોલિસ કર્મચારીઓને દિવ પોલિસ અધિક્ષક અનુજ કુમાર દ્વારા યોગ્ય પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવી રહેલ

Follow Me:

Related Posts