ગુજરાતનાં પોરબંદરમાં યોજાયેલ “ઇન્ટર બટાલિયન ૦.૨૨ રાઇફલ શૂટિંગ” સ્પર્ધામાં દિવ એન.સી.સી. ગર્લ્સ કેડેટ વૃત્તિકાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઇન્ટર ડાયરેક્ટરેટ શૂટિંગ સ્પર્ધામાં પસંદગી પામી પોરબંદરમાં ઇન્ટર બટાલિયન ૦.૨૨ રાઇફલ શૂટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવની ખાનગી શૈક્ષણિક સંસ્થાના નેવલ એન.સી.સી.ના ચાર કેડેટ્સે ભાગ લીધો હતો, જેમાંથી વૃત્તિકા સોલંકીએ રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આંતર નિર્દેશાલય શૂટિંગ પ્રતિયોગિતા માટે પસંદગી પામી છે. તેઓની આ સિદ્ધિ બદલ વિભાગ, દિવ વતી કુ. વૃત્તિકા સોલંકી નું સ્પોર્ટ્સઓફિસર મનીષ સ્માર્ટ તેમજ દિવ જીલ્લાના શારીરિક શિક્ષા શિક્ષકો દ્વારાપુષ્પગુચ્છ આપીને સ્વાગત કરી શુભકામનાઓ પાઠવી સન્માનિત સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે દિવ જિલ્લા રમતગમત વિભાગઅધિકારી મનીષ સ્માર્ટ એ કુ વૃત્તિકા સોલંકી અભિનંદન પાઠવંત અને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે, વૃત્તિકાએ તમામ કેડેટ્સ માટે એકઅદ્ભુત ઉદાહરણ બેસાડ્યું છે. તેણે સખત મહેનત કરી અને સફળતા હાંસલ કરવા માટે તેની ક્ષમતાઓને સીમા સુધી ધકેલી દીધી. આ અદ્ભુત સિદ્ધિ વૃત્તિકાનાં સફરનું માત્ર એક પગલું છે અને આગામી સમયમાં વધુ હાંસલ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી, સાથે ગેલેક્સી સ્કૂલના શારીરિક શિક્ષા શિક્ષક વૈભવ સિંહ જેમણે વૃત્તિકા સોલંકીને રાઈફલ શૂટિંગમાં તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું તેઓને પણ અભિનંદન પાઠવ્યા હતાં.
દિવ રમતગમત વિભાગ દ્વારા “રાયફલ શુટીંગ”માં દિવનું ગૌરવ બનનાર વૃત્તિકા સોલંકીનું સન્માન કરાયું

Recent Comments