દિશા પટાણી દક્ષીણ ભારતની ફિલ્મ ‘સૂર્યા ૪૨’માં જાેવા મળશે
ફિટનેસ ફ્રીક અને ટાઈગર શ્રોફની એક્સ ગર્લફ્રેન્ડ બોલિવૂડમાં તો તેના ગોર્જીયસ લૂક અને વાયરલ વીડિયોના કારણે બોલિવૂડના ફેન્સમાં તો ટ્રેન્ડમાં રહે છે પરંતુ હવે તે એક બિગ બજેટ સાઉથ ઈન્ડિયન ફિલ્મનો હિસ્સો બનવા જઈ રહી છે. આ ફિલ્મમાં દિશા સાથે સાઉથ ઈન્ડિયન સુપર સ્ટાર સૂર્યા જાેડી જમાવશે તેવી માહિતી સામે આવી છે. બોલિવૂડના અનેક વિવેચકો દિશાને મળેલી આ ફિલ્મને દિશા માટે લોટરી ગણાવી રહ્યા છે અને ફિલ્મોમાં ખાસ સફળ નહીં રહેલી દિશા માટે કરિયરને આગળ ધપાવવા માટેની સોનેરી તક ગણાવી રહ્યા છે. દિશાએ તેના સિલેક્શન બાદ ખુશી વ્યકત કરતા કહ્યું હતું કે, સૂર્યા સર અને શિવા સર સાથેની મારી આ ફિલ્મને લઈને એક્સાઈટેડ છું.
આટલા મોટા પ્રોજેક્ટનો ભાગ બનવાની વાત મારા માનવામાં નથી આવતી. ઓડિયન્સને આ ફિલ્મમાં લાર્જર ધેન લાઈફ એક્સ્પીરિયનસ મળશે તે વાત ચોક્કસ છે. આ સાથે જ, ‘સૂર્યા ૪૨’માં મારું કેરેક્ટર યુનિક છે. મારા ફેન્સ અને ઓડિયન્સે મને અત્યારસુધી કોઈ દિવસ નહીં જાેઈ હોય તેવા અવતારમાં હું સિલ્વર સ્ક્રિન પર રજૂ થવા જઈ રહી છું. ‘એક વિલન રિટર્ન્સ’માં નજર આવેલી દિશાના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, તે કરણ જાેહરની ફિલ્મ ‘યોદ્ધા’ માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે નજર આવશે. આ ઉપરાંત, તેની બીજી એક બિગ બજેટ ફિલ્મ ‘પ્રોજેક્ટ દ્ભ’ પણ પાઈપ લાઈનમાં છે. જેમાં સુપર-ડુપર સ્ટાર્સ અમિતાભ બચ્ચન, પ્રભાસ અને દીપિકા પાદુકોણ મહત્વનું પાત્ર ભજવી રહ્યા છે.
Recent Comments