રાષ્ટ્રીય

દીકરાની માનતા કરવા ઉજ્જૈન પહોંચ્યા, દર્શન કરી નીકળતા સામે ઊભો હતો દીકરો

વર્ષોથી લોકો કહેતા આવ્યા છે કે કુંભના મેળામાં ભટકેલા લોકો મળી જાય છે, આ ચમત્કારિક કહાની પણ કુંભ સ્થળ મહાકાલની નગરી ઉ્‌જજૈન સાથે જાેડાયેલી છે. જાે કે, હાલમાં તો અહીં કુંભ નથી ચાલી રહ્યો અને ન તો કોઈ અહીં વિખુટૂ પડ્યું છે. પણ મહાકાલની કૃપાથી અહીં એક પિતાને પોતાનો ખોવાયેલો દીકરો ચોક્કસથી મળી આવ્યો છે. આ કહાની એકદમ ફિલ્મી લાગશે, પણ હકીકતમાં આવી ઘટના બની છે. આ કહાની ઉત્તર પ્રદેશના કાસગંજના રહેવાસી શ્રીકૃષ્ણ કુમારની છે. તેમના જણાવ્યા અનુસાર, લગભગ ૫ મહિના પહેલા માનસિક રીતે નબળો તેમનો દીકરો અચાનક ક્યાંક ગુમ થઈ ગયો હતો. પિતાએ તેને બધી જગ્યાએ શોધ્યો, પોલીસમાં પણ મિસિંગ રિપોર્ટ નોંધાવ્યો, પણ તે ન મળ્યો. પિતાએ લગભગ તમામ આશાઓ છોડી દીધી હતી કે તેમનો દીકરો ક્યારેય પાછો આવશે. દરેક જગ્યાએથી નિરાશ થયા બાદ ખાલી ભગવાન પર ભરોસો હતો.

તે જ સમયે કોઈએ તેમને કહ્યું કે, ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરમાં જઈને માનતા રાખો, કદાચ આપનો દીકરો મળી જાય. શ્રીકૃષ્ણ ૮૦૦ કિમી દૂર ઉજ્જૈન આવ્યા અને મહાકાલને પોતાના દીકરા માટે પ્રાર્થના કરી. તે જ સમયે એક ચમત્કાર થયો. તેમને મંદિર પરિસરમાં જ બાજૂના એક આશ્રમમાંથી ખોવાયેલો દીકરો મળી આવ્યો. આ જાેઈને પહેલા તો શ્રીકૃષ્ણને વિશ્વાસ ન બેઠો, બાદમાં તો દીકરાને ભેટીને પોક મુકી રડવા લાગ્યા. તેમણે કહ્યું કે, સાચ્ચે જ આ તો મહાકાલનો ચમત્કાર છે. જેની આશાએ તેઓ અહીં આવ્યા હતા, તે મંદિરમાં પગ મુકતા જ તેમની આશા ફળીભૂત થઈ.

મીડિયા સાથે વાત કરતા શ્રીકૃષ્ણે કહ્યું કે, તેઓ ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લાના રામસિંહપુરા સોરોના રહેવાસી છે. પાંચ ભાઈઓ અને એક બહેનમાં માનસિક રીતે બિમાર પંકજ ૧૭ વર્ષનો છે. શ્રીકૃષ્ણ મજૂરી કરે છે. તેમ છતાં તેમણે દીકરાની સારવાર કરવામાં જરાયે પાછીપાની કરી નહીં. તેમના જણાવ્યા અનુસાર, પંકજ છત પર સુઈ રહ્યો હતો, પણ બીજા દિવસે સવારે ગાયબ થઈ ગયો, તેને શોધવા માટે અલીગઢ, બરેલી અને દિલ્હી સહિત તમામ શહેરો ખુંદી વળ્યા, પણ ક્યાંય મળ્યો નહીં, અને હવે મળ્યો તો બાબાના દરબારમાં.

Related Posts