fbpx
બોલિવૂડ

દીકરાને ઝાળા અને ડીહાઈડ્રેશન થઈ જતા અરમાન મલિક હોસ્પિટલ દોડયો

છેલ્લા ઘણા મહિનાઓથી ભારતીય યુટ્યુબર અરમાન મલિક ખૂબ ચર્ચામાં છે અને તેનું કારણ છે તેના બે લગ્ન અને વિચિત્ર વાત એ છે કે તેની બંને પત્નીઓ લગભગ એક જ સમયે ગર્ભવતી થઈ ગઈ. અરમાન મલિકની બંને પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા મલિકની ડિલિવરી થઈ ગઈ છે અને હવે નવા વ્લોગમાં જાણવા મળ્યું છે કે, અરમાન મલિક અને કૃતિકા મલિકના એક મહિનાનાં દીકરા જૈદ મલિકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે અને તેની હાલત થોડી ગંભીર છે. વ્લોગમાં આ વિશે ડિટેલમાં જણાવવામાં આવ્યું છે. વ્લોગમાં જાેઈ શકાય છે કે, તેની બંને પત્નીનો રડી-રડીને ખરાબ હાલ થઈ રહ્યો છે. જેમકે, અમે તમને જણાવ્યુ યુટ્યુબર અરમાન મલિકના એક મહિનાના દીકરા જૈદની તબિયત બગડી છે. જેના કારણે અડધી રાત્રે હોસ્પિટલમાં લઈને ભાગવું પડ્યુ. વીડિયોમાં જણાવવામાં આવ્યુ છે કે, અરમાન મલિક અને કૃતિકા મલિકનાં લાડલા દીકરાને ઝાળા અને ડીહાઈડ્રેશન થઈ ગયું છે અને સ્ટૂલમાં લોહી આવી રહ્યુ હતું. કૃતિકા અને પાયલ બંને બાળકની હાલત જાેઈને ખૂબ જ પરેશાન છે. અરમાન મલિકનાં વ્લોગમાં જાેઈ શકાય છે કે, ડૉક્ટરે જૈદને દાખલ કરવાની સલાહ આપી છે અને બાળકની હાલત જાેઈને પાયલ અને કૃતિકાનું રડવાનું બંધ નથી થઈ રહ્યુ. અરમાન પોતાની બંને પત્નીને શાંત કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. વીડિયોમાં હોસ્પિટલમાં સુતેલા જૈદની ઝલક પણ જાેઈ શકાય છે. કૃતિકાને આ મુશ્કેલ સમયમાં પાયલ પૂરો સમય કૃતિકાની પાસે ઉભેલી જાેવા મળી રહી છે જે જાેઈને વ્યુઅર્સ ખૂબ જ ખુશ થાય છે.

Follow Me:

Related Posts